સત્ય વિચાર દૈનિક

મોટીજેરની શ્રી શિવલાલ પ્રભુદાસ પરીખ પ્રાથમિક શાળામાં દેશભક્તિના માહોલમાં 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી

મોટીજેરની શ્રી શિવલાલ પ્રભુદાસ પરીખ પ્રાથમિક શાળામાં દેશભક્તિના માહોલમાં 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી

ગામની વધુ શિક્ષિત દીકરી સ્મૃતિ પંચાલના હસ્તે ધ્વજવંદન કરાયું

દાતાઓએ શિક્ષણના વિકાસ માટે દાનની સરવાણી વહાવી

મોટીજેર, કપડવંજ


ખેડાના કપડવંજ તાલુકાના મોટીજેર સ્થિત ‘શ્રી શિવલાલ પ્રભુદાસ પરીખ પ્રાથમિક શાળા’ ખાતે 77મા પ્રજાસત્તાક દિનની ભવ્ય અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ અને દેશપ્રેમ જોવા મળ્યો હતો.શાળા દ્વારા નારી શક્તિને પ્રાધાન્ય આપતા, ગામની સૌથી વધુ શિક્ષિત દીકરી સ્મૃતિ મનીષભાઈ પંચાલના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. શિસ્તબદ્ધ રીતે રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું.

સાંસ્કૃતિક કાર્યક્રમમાં શાળાની દીકરીઓ દ્વારા સ્વાગત ગીત, પ્રાર્થના ગીત, દેશભક્તિ ગીત રજૂ કરવામાં આવ્યા હતા. બાળકોની સુદંર રજૂઆતને સૌ કોઈએ તાળીઓના ગડગળાટ સાથે વધાવી લીધી.

ધ્વજવંદન કાર્યક્રમમાં શાળાના મુખ્ય દાતાના પૌત્ર કેસરીચંદ મણીલાલ પરીખ, હાઈસ્કૂલના મુખ્ય દાતાના પુત્ર પ્રકાશભાઈ મંગળદાસ શાહ તેમજ ગામના ઉદ્યોગપતિ અને દાનવીર મહેશભાઈ જીવણલાલ પરીખ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત માર્ગદર્શક જશુકાકા બારોટ, વિજયભાઈ શાહ, ગામના સરપંચ દિનેશભાઈ ઝાલા, શિક્ષણવિદ એ.કે.પટેલ,CRC , શાળા પરિવાર,વિવિધ સમાજના અગ્રણીઓ, SMC પરિવાર, વાલીઓ અને મોટી સંખ્યામાં યુવા ભાઈ-બહેનોએ હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી.

આ પ્રસંગે દાતાઓ દ્વારા શાળાના શૈક્ષણિક અને ભૌતિક વિકાસ માટે ઉદાર હાથે દાનની સરવાણી વહાવવામાં આવી હતી. મહેશભાઈ પરીખ સહિત સૌએ ભવિષ્યમાં પણ શિક્ષણના ઉત્થાન માટે હરહંમેશ તત્પર રહેવાની ખાતરી આપી હતી. શાળાના બાળકોએ આકર્ષક સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. શાળા પરિવાર દ્વારા આ સફળ આયોજન બદલ તમામ મહેમાનો અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!