અમેરીકા કેલિફોર્નિયા ખાતે ફ્રેશનો યુનિવર્સિટીમાં ધોરણ 12 પછી બાયોમેડિકલ રીસર્ચ અભ્યાસમાં પંક્તિ મૌલિક ચાવડા (નડિયાદ)એ હાલમાં પહેલાં સેમિસ્ટરમાં 94 ટકા સાથે પ્રથમ નંબરે પાસ થતાં યુનિવર્સિટી દ્વારા પ્રમાણપત્ર ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ સમગ્ર અભ્યાસમાં 50 વિદ્યાર્થીઓમાંથી 10 વિદ્યાર્થીઓ પાસ થયા તેમાં પ્રથમ નંબરે પાસ થઇ ગૌરવ વધારતાં પરિવારજનો સહિત, સગા-સંબંધીઓ અને સમાજ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
પંક્તિ મૌલિકભાઈ ચાવડાએ ધોરણ 12માં 86 ટકા સાથે ઉતિઁણ થયાં પછી ILETS માં પ્રથમ પ્રયત્નમાં 7.5 બેન્ડ મેળવી વિઝા માટે અરજી કરી હતી, તેમાં પ્રથમ પ્રયત્ને જ વિઝા મેળવી કેલિફોર્નિયા ખાતે ફ્રેશનો યુનિવર્સિટી માં અભ્યાસ શરૂ કર્યો હતો.
અહેવાલ
અનિલ રોહિત