વડોદરાના ઉદ્યોગપતિ બાબુલાલજી દિક્ષા પછી જૈન મુનિ સત્યદર્શન બની પહેલીવાર પધારશે
વડોદરા સુભાનપુરા જૈન સંઘમાં રામચંદ્રસુરી સમુદાયના જૈનાચાર્યનું સામૈયું રવિવારે કરવામાં આવશે. સાથે વડોદરાના ઉદ્યોગપતિ બાબુલાલજી દિક્ષા પછી જૈન મુનિ સત્યદર્શન બની પહેલીવાર આગમન થશે.
રામચંદ્રસુરી સમુદાયના દિગ્ગજ ૭૭ એક સાથે દિક્ષાના પ્રદાતા આચાર્ય શ્રેયાસપ્રભસુરી મહારાજ વિશાળ સાધુ સાધ્વીજી ભગવંતો સાથે વડોદરામાં પ્રવેશ કરશે. સુભાનપુરા શ્રાવક બંગલો ઉપાશ્રયના અગ્રણી રાજુ પાદરાવાળાના ઘરે મહાપુજા માં સવારે ૭ કલાકે પધારશે અને નવકારશી બાદ આચાર્ય ભગવંતનું વ્યાખ્યાન યોજાશે.
આચાર્ય ભગવંત ૧૭ અને ૧૮ તારીખે અલકાપુરી જૈન સંઘમાં સામૈયા સાથે પ્રવેશ કરશે અને બંન્ને દિવસ સંઘમાં વ્યાખ્યાન આપશે.
સાંચોરમાં દિક્ષા પછી ઉદ્યોગપતિમાંથી દિક્ષા ગ્રહણ કરી બાબુલાલજીમાંથી જૈન મુનિ સત્યદર્શન વિજયજી પ્રથમવાર વાર વડોદરામાં આવશે. તેમના અકોટા સ્થિત સુરમ્ય અલટીસ નિવાસસ્થાનથી ૧૭મી તારીખે સવારે ૮.૩૯ કલાકે વિશાળ સામૈયું કરી આચાર્ય શ્રેયાસપ્રભસુરી મહારાજા વિશાળ સાધુ સાધ્વીજી ભગવંતો સાથે સંઘમાં પ્રવેશ કરશે. એમ તેમના સંસારી પુત્ર વિમલ શાહે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે સાંચોરમાં દિક્ષા પછી બે દિવસ પહેલાં આણંદ જૈન સંઘમાં નૂતન દિક્ષિત મુનિરાજ સત્ય દર્શન વિજયજી મહારાજની વડી દીક્ષા યોજાઈ હતી. એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું.
અહેવાલ
મનીષ જોષી “મૌન”
વડોદરા