અહેવાલ: અનિલ રોહિત
જળ એ જ જીવન છે, તેમજ પાણી બચાવવાના હેતુથી સમગ્ર વિશ્વમાં 22 માર્ચ વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તે અનુસંધાને આજ રોજ ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાની જરાવત ક્લસ્ટરની પથાવત પ્રાથમિક શાળામાં આજ રોજ ઉજવણી કરવામાં આવી હતી.
શાળામાં ધોરણ એક થી આઠના 334 બાળકો અને 11 શિક્ષકો કામ કરી રહ્યા છે. પ્રાર્થના સંમેલનમાં શાળાના શિક્ષક શ્રી છાયાબેન પટેલ દ્વારા વિશ્વ જળ દિવસ વિશે વિશેષ માહિતી આપવામાં આવી હતી. તેમજ ધોરણ ત્રણથી પાંચના બાળકો નિબંધ સ્પર્ધામાં જોડાયા હતા. તેમજ ધોરણ છ થી આઠ ના બાળકો ચિત્ર સ્પર્ધા દ્વારા જળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમમાં શાળાના ઇન્ચાર્જ આચાર્ય નરેન્દ્રભાઈ ચૌહાણ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ સી.આર.સી કોર્ડીનેટર દીપકભાઈ સુથાર દ્વારા બાળકોને અને શિક્ષકોને કાર્યક્રમ બદલ અભિનંદન આપવામાં આવ્યા હતા.