રાજ્યમા ધોરણ ૧૦ ની બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ અરવલ્લી જિલ્લામાં ધોરણ ૧૦ ની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી અંતિમ પેપર પૂર્ણ થતાં વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી દેખાતી હતી.
જીલ્લામા ધોરણ ૧૦ ની પરીક્ષા ૧૧ તારીખ થી શરુ થઇ હતી જે પૂર્ણ થઈ હતી જિલ્લામાં ધોરણ ૧૦ માં ૧૮૭૬૧ વિધાર્થીઓ નોંધાયા હતા. જેમના માટે મોડાસા બાયડ સહિત જિલ્લાના ૬ તાલુકાના વિવિધ કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ હતી. પરીક્ષાર્થીઓને પરીક્ષા આપવામાં કોઈ તકલીફના પડે તે માટે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
બાયડમાં આવેલ એન એચ શાહ હાઇસ્કૂલ, સાઠંબા ખાતે સાઠંબા ગ્રુપ વિકાસ વિદ્યામંદિર, ગાબટ અને જીતપુર ખાતે ધોરણ ૧૦ ની પરીક્ષા યોજાઈ હતી. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર પરીક્ષા આપી હતી. પરીક્ષા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો સાથે પ્રતિબંધ કરાયેલ કોઈપણ વસ્તુ લઈ જવાની મનાઈ ફરમાવવામાં આવી હતી. અને આ સાથે ચેકીંગ સાથે પરીક્ષા યોજાઈ હતી ધનસુરા જે.એસ.મહેતા હાઇસ્કૂલ ખાતે પરીક્ષા માટે સુંદર વ્યવસ્થા કરવા મા આવી હતી.
ભુપેન્દ્રસિહ ઝાલા
