સત્ય વિચાર દૈનિક

અરવલ્લી : વાસણો ચમકાવી આપવાનું કહીં મહિલાઓના દાગીનાની તફડંચી કરતી બિહારી ગેંગને એલસીબીએ મોડાસામાંથી દબોચી લીધી

અરવલ્લી : વાસણો ચમકાવી આપવાનું કહીં મહિલાઓના દાગીનાની તફડંચી કરતી બિહારી ગેંગને એલસીબીએ મોડાસામાંથી દબોચી લીધી

 

       બિહારી ગેંગના ત્રણ લબર મૂછિયા રીઢા ગુન્હેગારને સર્વોદય નગર વિસ્તારમાંથી ઝડપી પાડી 61 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો

       કુખ્યાત બિહારી ગેંગ સામે રાજ્યમાં અન્ય પોલિસ સ્ટેશનમાં પણ ગુન્હા નોંધાયેલ છે

 

      અરવલ્લી જીલ્લામાં વાસણ અને દાગીના ચમકાવી આપવાનું કેમિકલનું વેચાણ કરતા હોવાનું જણાવી સેલ્સમેન જેવા દેખાતા બિહારી ગેંગના ત્રણ લબર મુછીયા યુવકોએ મેઘરજમાં મહિલા પાસેથી સોનાની ચાર બગડી અને સોનાનો દોરો તેમજ મોડાસા શહેરની માણેકબા સોસાયટીમાં રહેતા વૃદ્ધાએ પહેરેલી બે બંગડી લઇ રફુચક્કર થઈ જતા ફરાર થઈ જતા પોલીસ ફરિયાદ નોંધતા જીલ્લા એલસીબી પોલીસે ગણતરીના દિવસોમાં મહિલાઓ અને વૃદ્ધાઓને દાગીના ચમકાવવાના સેલ્સમેન હોવાનું જણાવી છેતરપિંડી કરનાર બિહારી ગેંગના ત્રણ આરોપીને મોડાસાના સર્વોદય નગર નજીક બાઈક સાથે દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા

       અરવલ્લી જીલ્લા જીલ્લા પોલીસ વડા શૈફાલી બારવાલે મહિલાઓ અને વૃદ્ધાઓને વાતોમાં પરોવીને સેલ્સમેનના સ્વાંગમાં દાગીના ચમકાવી આપવાના બહાને દાગીના ગાળી લેતી અને નજર ચૂકવી અસલી દાગીનાને બદલે નકલી દાગીના પધારવી દેતી ગેંગને ઝડપી પાડવા LCB પોલીસને તપાસ સોંપતા તેમના માર્ગદર્શન હેઠળ LCB PI ડી.બી.વાળાએ તપાસનો ધમધમાટ શરૂ કરી સીસીટીવી કેમેરા અને ટેકનિકલ એનાલિસિસ કરી બાતમીદારો સક્રિય કરતા સેલ્સમેનના સ્વાંગમાં રહેલી બિહારી ગેંગના ત્રણ લબર મુછિયા આરોપીઓ મોડાસા શહેરના સર્વોદય નગર વિસ્તારમાંથી બાઈક લઈને પસાર થવાના હોવાની બાતમી મળતાં પોલીસે ત્રણે આરોપીને દબોચી લઇ તેમની પાસેથી વાસણો સાફ કરવાનું અને દાગીના ચમકાવવાનું વિવિધ કંપનીનું કેમિકલ, બ્રશ સહિત 61 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી બિહારના અને ગોધરામાંના ખારી ફળીયામાં રહેતા 1) જીતેન્દ્ર ગીરો મંડલ, 2)પંકજ ગિરો મંડલ અને 3) અમિત ભાગવત મંડલને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

જગદીશ પ્રજાપતિ
અરવલ્લી

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!