સંસારનો એક સિદ્ધાંત, કડવો પણ સાચો,
જ્યાં સુધી કામ છે ત્યાં સુધી નામ ધરાય છે,
કામ પૂરું થાય, નામ ભૂલાય જાય છે,
દૂરથી સલામ, ભૂલાયેલા નામને.
જ્યાં સુધી તાકાત છે, ત્યાં સુધી ડર કોઈ નથી,
જ્યાં સુધી પૈસો છે, ત્યાં સુધી મિત્રો ઘણા,
પૈસો ખાલી થાય, મિત્રો ગાયબ થાય છે,
દૂરથી સલામ, ખાલી થયેલા ખિસ્સાને.
જ્યાં સુધી યુવાની છે, ત્યાં સુધી પ્રેમ મળે છે,
યુવાની ઢળે, પ્રેમ પણ ઢળી જાય છે,
ઢળેલી યુવાનીને, દૂરથી સલામ.
જ્યાં સુધી સત્તા છે, ત્યાં સુધી માન મળે છે,
સત્તા ગુમાવી, માન પણ ગુમાવી દેવું પડે છે,
ગુમાવેલી સત્તાને, દૂરથી સલામ.
આ સંસારનો રિવાજ છે, કડવો પણ સાચો,
જ્યાં સુધી કામ છે ત્યાં સુધી નામ ધરાય છે,
કામ પૂરું થાય, નામ ભૂલાય જાય છે,
દૂરથી સલામ, ભૂલાયેલા નામને.
પંડયા જયશ્રીબેન ભરતકુમાર
જ્યુ
મુડાવડેખ