બેરોકટોક ખુલ્લેઆમ મોતની સવારીઓ દોડી રહી છે હોવા છતાં તંત્ર મૌન
મોત સમાન મુસાફરી કરતાં વાહનો ટ્રાફિકના અધિકારીઓ અને કર્મચારીઓના સામેથી પસાર થતાં હોવા છતાં ફક્ત ક્લરફૂલ નોટોમાં જ રસ હોવાની શંકા
હોળી-ધુળેટીના હવે પર્વ પર ખાનગી વાહનો દ્વારા શ્રમિકો મુસાફરી કરતા હોય છે.બાયડ – દહેગામ હાઈવે ઉપર સવાર તેમજ રાત્રીના સમયગાળા દરમિયાન ખાનગી વાહનોમાં મધ્યમ વર્ગના શ્રમીકો પોતાના વતનમાં હોળી-ધુળેટી કરવા જતા હોય છે.ખાનગી વાહનોમાં ઘેટા-બકરાની જેમ ગાડી ઉપર બેસાડીને ગાડી,મીની લકઝરી,તુફાન કાર જેવા ખાનગી વાહનો પર ૭૦ થી ૮૦ મુસાફરોને ઘેટાંબકરાંની જેમ ઠાંસીને મુસાફરી કરાવતા હોય છે.
બાયડ રોડ ઉપર આવા બેફામ વાહનો પ્રસાર થતા હોય છે. બાયડ તાલુકામાં ત્રણ મોટા –મોટા પોલીસ સ્ટેશન આવેલા છે. આંબલીયારા, બાયડ, સાઠંબા આ વિસ્તાર પર દહેગામથી ૧૦૦ થી વધારે ખાનગી વાહનો મુસાફરોને ઘેટા-બકરાની જેમ ગાડી ભરતા હોય છે.પરંતુ ત્યાંના પોલીસ અધિકારીઓને કયાંય દેખાતું નથી ખાનગી વાહન ચાલકોને તો જાણે ઘી-કેળા સમાન દિવસો જઈ રહ્યા છે એક ગામથી બીજે ગામ જવા માટે એક ફોર વ્હીલર વાહનમાં ખીચો ખીચ પેસેન્જરો ભરી પસાર થતાં હોય છે.
ભુપેન્દ્રસિહ ઝાલા
બાયડ