સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના સાંસદ તરીકે ભાજપ ના ઉમેદવાર તરીકે ભીખા જી ઠાકોર નુ નામ જાહેર થતા જ ભાજપ ના જ કેટલાક ટિકિટ વાંછુ ઉમેદવારો ના પેટમાં તેલ રેડાયું હોવાનું જાણવા મળે છે જે અંતર્ગત ગત રાત્રિ ના પોણા બે વાગે તલોદ બજારમાં લકઝરિયસ ગાડી આવી ઉમેદવાર ના જાતિ સંદર્ભ સોશ્યલ મિડીયા મા મેસેજ વાયરલ થઈ રહ્યા છે. એથી વિશેષ ગત રાત્રિ ના બે વાગ્યાના સુમારે તલોદ માર્કેટ યાર્ડ ના દરવાજા આગળ એક મહીલા સહિત ચાર ઈસમો એ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોર ની જાતિ અને બદનામ કરતી જથ્થાબંધ પત્રિકાઓ નાખી રફુ ચક્કર થઈ જતાં તેઓની હિલચાલ શંકાસ્પદ જણાતા જીપ નો પીછો કરીને તલોદ હરસોલ રોડ પર થી ગાડી ઊભી રાખી એક મહીલા અને ત્રણ પુરુષ હોવાનું જાણવા મળે છે અને આ સમગ્ર ષડયંત્ર રચનાર સાબરકાંઠાજીલ્લાના ભાજપ ના જ મોટા ગજાના નેતાઓ નો દોરી સંચાર હોવાનું પ્રકાશમાં આવ્યું હોવાનું જાણવા મળે છે .
અત્રે નોંધનીય છે ચાર દિવસ અગાઊ હિંમતનગર મોડાસા માલપુર મેઘરજ અને ઇડર શહેર માં ભાજપ ના જ નેતાઓ ના ઇશારે ઉમેદવાર ની જાતિ અંગે પત્રિકા ફરતી કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે શિસ્ત બધ્ધ પાર્ટી ગણાતી ભારતીય જનતા પાર્ટીના શિસ્ત ના લીરેલીરા ઉડાડનાર જિલ્લાનાં જ ટિકિટ વાંછુકો ના જ નામો પ્રકાશમાં આવતાં પ્રદેશ મોવડીમંડળ ચોકી ઉઠ્યું છે આ જોકે પક્ષની છબી ન ખરડાય તે હેતુથી હાલ આ સમગ્ર પ્રકરણ સંદર્ભે હાલ પડદો પાડી દેવા માટે પ્રદેશ કક્ષાએ થી સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળે છે આ સંદ્રભે માલપુર પોલીસ મથક મા માલપુર તાલુકા ભાજપ પ્રમુખ સંજય ભાઈ જયસ્વાલે અરજી કરી હોવાની વિગતો બહાર આવવા પામી છે આ યુધ્ધ પાછળ એક સહકારી આગેવાન નો દોરી સંચાર હોવાનો ખોટો પ્રચાર કરનાર નેતાઓ ના નામ જ ખુલતા જ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને દેશના ગૃહમંત્રી અમિત શાહે નોંધ લીધી હોવાનું જાણવા મળે અને લોકસભાની ચુંટણી પૂર્ણ થયા બાદ શિસ્ત ભંગ ની કાયૅવાહી થનાર હોવાનું ભાજપ ના જ એક આગેવાને નામ ન આપવાની શરતે જણાવ્યું હતું
મનોજ રાવલ – સાબરકાંઠા

