સીબીએસઈનું કહેવું છે કે, તેમની ટીમે આ સ્કૂલોની સરપ્રાઈઝ ઈંસ્પેક્શન કર્યું હતું. તપાસ દરમ્યાન એ જાણવા મળ્યું કે, અમુક સ્કૂલ ડમી વિદ્યાર્થીઓના નામ પર ચાલી રહી છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશને (CBSE) શિક્ષણના નામ પર લૂંટ મચાવી રહેલી દેશભરની 20 સ્કૂલો વિરુદ્ધ કડક એક્શન લીધી છે. સીબીએસઈના નિયમોના ધજાગરા ઉડાવીને ચાલી રહેલી આવી 20 સ્કૂલોની માન્યતા રદ કરી દીધી છે. ત્રણ સ્કૂલ એવી પણ છે, જેની માન્યતા રદ હાલમાં નથી કરી પણ તેમને ડાઉનગ્રેટ જરુર કરી દીધી છે. સીબીએસઈ તરફથી એક પ્રેસ નોટિસ જાહેર કરીને વિસ્તારથી તેના વિશે જાણકારી આપી છે.
સીબીએસઈનું કહેવું છે કે, તેમની ટીમે આ સ્કૂલોની સરપ્રાઈઝ ઈંસ્પેક્શન કર્યું હતું. તપાસ દરમ્યાન એ જાણવા મળ્યું કે, અમુક સ્કૂલ ડમી વિદ્યાર્થીઓના નામ પર ચાલી રહી છે. અહીં બાળકો હકીકતમાં ભણવા આવતા જ નહોતા. સીબીએસઈનો દાવો છે કે, અયોગ્ય છાત્રને રજૂ કરીને વિવિધ મિસ્કંડક્ટ આ તપાસ દરમ્યાન સામે આવી છે. આ સ્કૂલ અભ્યર્થીઓ અને ડોક્યુમેન્ટની સારી રીતે જાળવણી કરતી નહોતી. ઊંડી તપાસ બાદ સ્કૂલોની માન્યતા રદ કરી અને તેમનો દરજ્જો ઓેછો કરવાનો નિર્ણય લીધો છે.