ભારતની પ્રથમ ઓપ્ટો-સેમિકન્ડક્ટર ચિપ બનાવનારી કંપની પોલિમેટેક (Polymatech) IPO લાવવાની તૈયારીમાં છે. કંપની આ વર્ષે એપ્રિલમાં ફંડ એકત્ર કરવા માટે IPO લાવી શકે છે. સૂત્રોએ નામ ન છાપવાની શરતે મનીકંટ્રોલને જણાવ્યું કે, ઈશ્યુની સાઈઝ લગભગ 750-1000 કરોડ રૂપિયા હોવાની સંભાવના છે. તેમજ IPOની પ્રાઇસ બેન્ડ 680-750 રૂપિયા પ્રતિ શેર હોઈ શકે છે. અનલિસ્ટેડ અરે ભારતની પ્રથમ ઓપ્ટો-સેમિકન્ડક્ટર ચિપ બનાવનારી કંપની પોલિમેટેક (Polymatech) IPO લાવવાની તૈયારીમાં છે. કંપની આ વર્ષે એપ્રિલમાં ફંડ એકત્ર કરવા માટે IPO લાવી શકે છે. સૂત્રોએ નામ ન છાપવાની શરતે મનીકંટ્રોલને જણાવ્યું કે, ઈશ્યુની સાઈઝ લગભગ 750-1000 કરોડ રૂપિયા હોવાની સંભાવના છે. તેમજ IPOની પ્રાઇસ બેન્ડ 680-750 રૂપિયા પ્રતિ શેર હોઈ શકે છે.
પોલિમેટેકે IPO દ્વારા 750 કરોડ રૂપિયા એકત્ર કરવા માટે ઓક્ટોબર 2023માં માર્કેટ રેગ્યુલેટર SEBIને ડ્રાફ્ટ પેપર સબમિટ કર્યા હતા. આ ઓફર અંતર્ગત માત્ર ફ્રેશ ઇક્વિટી શેર જાહેર કરવામાં આવશે અને તેમાં કોઈ ઓફર ફોર સેલ (OFS) નહીં હોય. કંપની આ IPO દ્વારા ફંડ એકત્ર કરીને તામિલનાડુ ખાતેની પોતાની ફેસિલિટી માટે નવી મશીનરી ખરીદવા માંગે છે.ઇલેક્ટ્રોનિક્સ અનલિસ્ટેડ માર્કેટમાં 860 રૂપિયા પ્રતિ શેર ટ્રેડ કરી રહ્યો છે. કંપની તામિલનાડુના ઓરાગડમમાં એક યુનિટ ધરાવે છે, જેમાં 300 MPAની કેપેસીટી છે. સાથે જ કંપની તામિલનાડુના કૃષ્ણાગીરીમાં બીજો પ્લાન્ટ સ્થાપિત કરવામાં લાગેલી છે. પોલિમેટેક ઇલેક્ટ્રોનિક્સના પ્રમોટર ઈશ્વર રાવ નંદમ, ઉમા નંદમ અને વિશાલ નંદમ છે. કંપની ઓરાગડમની પોતાની ફેસીલિટીમાં ઓપ્ટો-સેમિકન્ડક્ટર ચિપ્સની ડિઝાઇન, ડેવલપ, ટેસ્ટ અને મેન્યુફેકસચરિંગ કરે છે.