નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં ગુજરાતની બાકી રહેલી સીટોના નામ પણ સામેલ છે. ભાજપે આજે જાહેર કરેલી યાદીમાં 111 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જેમાંથી ગુજરાતની છ સીટો પર જે ઉમેદવારને ટિકિટ મળી છે, તેમના નામ જાહેર કર્યા છે.
ભારતીય જનતા પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં ગુજરાતની અમુક સીટોના નામ પણ સામેલ છે. ભાજપે આજે જાહેર કરેલી યાદીમાં 111 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.
ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી દીધી છે. આ લિસ્ટમાં મેરઠથી ધારાવાહિક રામાયણમાં ભગવાન રામનું પાત્ર નિભાવનારા અરુણ ગોવિલને ટિકિટ આપી છે. હરિયાણાના કુરુક્ષેત્રથી નવીન જિંદલને ટિકિટ આપી છે. પીલીભીતથી વરુણ ગાંધીની ટિકિટ કાપીને જિતિન પ્રસાદને ઉમેદવાર બનાવ્યા છે. પ્રધાનમંત્રી મોદીની આગેવાનીમાં ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં કાલે મોડી રાત સુધી થયેલા મંથન બાદ આ લિસ્ટ જાહેર કર્યું છે. આ બેઠકમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિતના દિગ્ગજો હાજર રહ્યા હતા