મુઝફ્ફરનગરના રહેવાસી જોનીનો પરિવાર જનતા કોલોનીમાં ભાડાના મકાનમાં રહેતો હતો. જોની મજૂરીનું કામ કરે છે. હોળીના કારણે શનિવારે તે ઘરે જ હતો અને તેની પત્ની બબીતા ખાવાનું બનાવી રહી હતી. તેમની દીકરી સારિકા (10), નિહારિકા (8) દીકરો ગોલૂ (6) અને દીકરો કાલૂ (5) રુમમાં બેઠા હતા
મેરઠ: ઉત્તર પ્રદેશના મેરઠમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં એક ઘરમાં મોબાઈલ ચાર્જ કરતી વખતે શોર્ટ સર્કિટથી મોટી દુર્ઘટના થઈ ગઈ હતી. શોર્ટ સર્કિટ બાદ મોબાઈલમાં બ્લાસ્ટ થયો હતો, જેનાથી ઘરમાં આગ લાગી ગઈ અને છ લોકોનો આખો પરિવાર ગંભીર રીતે ઘાયલ થયો છે. આ દુર્ઘટનામાં 4 બાળકોના મોત પણ થઈ ગયા છે.
ઘાયલ તમામ લોકોને હોસ્પિટલમાં દાખલ કર્યા છે અને તેમની હાલત પણ ગંભીર હોવાનું કહેવાય છે. ઘટના પલ્લવપુરમ પોલીસ સ્ટેશનની જનતા કોલોનીમાં શનિવારે રાતે થઈ હતી.
હકીકતમાં જોઈએ તો, મુઝફ્ફરનગરના રહેવાસી જોનીનો પરિવાર જનતા કોલોનીમાં ભાડાના મકાનમાં રહેતો હતો. જોની મજૂરીનું કામ કરે છે. હોળીના કારણે શનિવારે તે ઘરે જ હતો અને તેની પત્ની બબીતા ખાવાનું બનાવી રહી હતી. તેમની દીકરી સારિકા (10), નિહારિકા (8) દીકરો ગોલૂ (6) અને દીકરો કાલૂ (5) રુમમાં બેઠા હતા