શીર્ષક -રાધા ને કાન
ઢાળ: ગોકુળમાં આજ દિવાળી..
હાં રે ખીલ્યો ફાગ જુઓ ઉપવનમાં
હાં રે રૂવે રાધારાણી મનમાં
કે કાન એને જડતો નથી રે(૨)
ઉપવનમાં..
હાં રે ગોપી લાવી રંગોની ઝોળી
હાં રે ખેલે સખીઓ સંગે હોળી.
કે રાધા શ્યામ રંગે રંગી રે (૨)
ઉપવનમાં
હાં રે એનું મનડું ચડ્યું છે હિલોળે
હાં રે એ તો જ્યાં ત્યાં કાનાને ખોળે
કે તન એનું તડપી રહ્યું રે (૨)
ઉપવનમાં..
હાં રે રાધા બેઠી આંસુ સારે
હારે ક્યારે કાનો આવે દ્વારે
નયન દીપ નીતરી રહ્યાં રે (૨)
ઉપવનમાં..
હારે ત્યાં તો ભરી પિચકારી રંગે
હાં રે કાનો રંગે એને પંચરંગે
કે રાધા રાણી નાચી ઉઠ્યાં રે (૨)
ઉપવનમાં
ડૉ નારદી જગદીશચંદ્ર પારેખ ‘નંદી’
નવી મુંબઈ નેરુળ.