સત્ય વિચાર દૈનિક

અરવલ્લીઃ તહેવારોની વચ્ચે ગ્રામ્ય વિસ્તારોની મંડળીઓના રેશનકાર્ડ ધારકો ખાંડ અને દાળના પુરવઠાથી પણ વંચિત

અરવલ્લીઃ  તહેવારોની વચ્ચે ગ્રામ્ય વિસ્તારોની મંડળીઓના રેશનકાર્ડ ધારકો ખાંડ અને દાળના પુરવઠાથી પણ વંચિત

ભિલોડામાં સસ્તા અનાજની દુકાનમાં  જીવાત સાથેના  ઘઉં અને દાળનું વેચાણ

રેશનકાર્ડ ધારકોએ જીવાત વાળા ઘઉં હોવાનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં પણ વાયરલ કર્યા

પુરવઠા મંત્રીના જીલ્લામાં જ રેશનકાર્ડ ધારકો પરેશાન

ગુજરાત સરકારની સસ્તા અનાજની દુકાનોમાં ગરીબોને ખૂબ જ હલકા પ્રકારનું અનાજ વેચવામાં આવે છે આ પ્રકારની ફરિયાદો વર્ષોથી ઉઠી રહી છે આજે પણ એક આવો જ બનાવ ભિલોડા તાલુકામાં જોવા મળ્યો હતો જેમાં સ્પષ્ટ થાય છે કે સસ્તા અનાજની દુકાનોમાં ગરીબોને જીવાત પડેલા ઘઉં તેમજ દાળ વેચાણ કરવામાં આવે છે અને અંતરિયાળ વિસ્તારોમાં ગ્રામ્ય વિસ્તારોમાં સસ્તા અનાજની દુકાનોમાં આવા તહેવારોની સિઝનમાં ખાંડનો પણ પુરવઠો ન હોવાની લોકોમાં ચર્ચાનો પ્રશ્ન સર્જાયો છે

ભિલોડા તાલુકાની તમામ સસ્તા અનાજની દુકાનોમાં રેશનીંગ દુકાન ચલાવતા પોતાની દાદાગીરી તેમજ મનમાની પણ ચલાવે છે અને બિલકુલ ઢોર પણ ના થાય તેવું અનાજ વિતરણ કરે છે તેમની દુકાને એક કાર્ડ ધારક વ્યક્તિ પોતાની પત્નીને લઈને ઘઉં લેવા ગયો હતો પરંતુ ઘઉમાં પડેલી સંખ્યા બંધ જીવાતો અને ધનેરા જોઈને તેમણે આ ઘઉં લેવાનો ઇન્કાર કરી દીધો હતો પરંતુ જાણવા મળ્યું કે અનાજના ગોડાઉન પરથી જ સડેલા ઘઉં તેમજ દાળ ચોખા નો પુરવઠો બિલકુલ જીવાત વાળો હોય તેવું માલુમ પડ્યું હતું‌ જ્યારે પુરવઠા અધિકારીને રજૂઆત કરતા જાણવા મળ્યું કે મેં તમામ જગ્યાએ વિઝીટ કરી અનાજ સારું હોય તેવું જણાવેલ હતું પરંતુ સરકારના દાવા  ખોખલા હોય અને બીજી બાજુ સરકારી મંડળીઓમાં જે થેલીનું વિતરણ કરવામાં આવ્યું હતું તેના ઉપર સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો  ઉદ્દેશ એક જ છે અને મારા કોઈ ભાઈ બહેન મારા કોઈ ભારતવાસી ભૂખ્યા ના રહે આ સૂત્ર પણ પોકળ પામ્યું છે. તેમજ આ બાબતનું પુરવઠા ખાતું કે તેના મંત્રી રેશનીંગની દુકાનોમાં વેચાઇ રહેલા આવા જીવાત વાળા ઘઉંનો જથ્થો તેમજ દાળ અને તહેવારની સિઝનમાં ખાંડનો પણ અભાવ જોવા મળ્યો હતો ઘઉંનો જથ્થો પરત લઈને સારી ગુણવત્તા વાળો જથ્થો આપે છે કે કેમ તે બાબતે પણ આગામી દિવસોમાં ખબર પડી જશે.

અલ્પેશ ભાટીયા  –  માલપુર

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!