સત્ય વિચાર દૈનિક

નર્મદા તિલકવાડાના વરિષ્ઠ પત્રકાર છગન વણકરનું 81વર્ષની જૈફ વયે નિધન

નર્મદા તિલકવાડાના વરિષ્ઠ પત્રકાર છગન વણકરનું 81વર્ષની જૈફ વયે નિધન

તિલકવાડા ખાતેઅંતિમ યાત્રામા મોટી સંખ્યામા લોકો જોડાયા

 

મૂળ કંથરપુરા ગામના અને વર્ષોથી તિલકવાડાને પોતાનું વતન બનાવનાર વરિષ્ઠ પત્રકાર અખબારના એજન્ટ, અને નર્મદા જિલ્લા નિવૃત કર્મચારી મંડળના પ્રમુખ એવા નગર શ્રેષ્ઠી એવા સ્વ. છગનભાઇ મોહનભાઈ વણકરનું તા 30/03/24ને શનિવારે 81વર્ષની જૈફ વયે તિલકવાડા ખાતે દુઃખદ અવસાન થયું છે.તેઓ તેમના બે પુત્ર,એક પુત્રી અને પત્ની ને વિલાપ કરતા છોડી ગયા છે

ગુજરાતમિત્ર, સંદેશ, દિવ્યભાસ્કરમા વર્ષો સુધી પત્રકાર તરીકે તિલકવાડા તાલુકાનું પ્રતિનિધિત્વ કરનાર અને અખબારના જુના એજન્ટ ઉપરાંત તેઓ નર્મદા જિલ્લા નિવૃત કર્મચારી મંડળના પ્રમુખ હતા, પ્રેસ ક્લબ નર્મદાના ઉપપ્રમુખ તરીકે સેવાઓ આપી હતી.તેઓ નિવૃત્ત કર્મચારીઓના પ્રશ્નો માટે સતત લડતા રહ્યા, વરિષ્ઠ પત્રકાર તરીકે લોકોના પ્રશ્નોને સતત વાચા આપતાં રહ્યા.

સ્વ.છગનકાકાની અંતિમ યાત્રા આજે શનિવારે તિલકવાડાખાતે યોજાઈ હતી.જેમની અંતિમયાત્રામા મોટી સંખ્યામા લોકો જોડાયા હતા.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!