-
એલ એચ બોઘરા (શિશુવિહાર) શાળા અડાજણ સુરતમાં તા. ૬/૪/૨૦૨૪નાં શનિવારે બપોરે ચાર કલાકે વર્ષ ૨૦૦૫ સુધીના નર્સરી થી ધોરણ ૧૦ માં અભ્યાસ કરી ગયેલા ૨૬ વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓ, ૨ આચાર્યો, ૧૪ શિક્ષકો, ૧ ક્લાર્ક અને ૬ સહાયક કાર્યરત સ્ટાફ માટે ૨૦ વર્ષ પછી સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
સંપૂર્ણ કાર્યક્રમના ઉદઘોષક શિક્ષિકા તનુજાબેન પટેલ હતા. કાર્યક્રમની શરૂઆત શિક્ષિકા રેખાબેન પટેલે પ્રાર્થના સાથે કરી હતી. ત્યારબાદ આચાર્ય પ્રકાશભાઈ પટેલ અને દક્ષાબેન શાસ્ત્રીને વિદ્યાર્થીઓએ પુષ્પગુચ્છ તથા સરસ્વતી માતાની મૂર્તિ ભેટ સ્વરૂપે આપીને કાર્યક્રમમાં આવકાર્યા હતા.
કાર્યક્રમને યાદગાર બનાવવા માટે વર્ષ ૨૦૦૫ માં જે વર્ગખંડ અને બેંચ પર વિદ્યાર્થીઓ બેસતા હતા, તે જ જગ્યાની પરવાનગી આપવા બદલ વિદ્યાર્થીઓએ શાળા સંચાલન વિભાગ અને શિક્ષિકા રંજનબેન ક્રિશ્ચન નો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. વિદ્યાર્થીઓના આયોજન હેઠળ આખા વર્ગખંડને ફુગ્ગાઓથી શણગારી દેવામાં આવ્યો હતો.
વિદ્યાર્થીઓએ દરેક આચાર્યો, શિક્ષકો અને સહાયક કાર્યરત સ્ટાફનો પુષ્પગુચ્છ તથા ભેટ આપીને સ્વાગત કર્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ શાળા સાથે વિતાવેલી પળોના સંભારણા કર્યા હતા , જેમાં વિશેષ આચાર્ય પ્રકાશભાઈ પટેલે બાળકોના ઘડતરમાં જૂની અને આધુનિક પદ્ધતિમાં આવેલ તફાવત તેમજ બાળકોની પ્રકૃતિમાં આવેલા અનુભવો વર્ણવ્યા હતા.
જૂની યાદો તાજી કરવા માટે વિદ્યાર્થીઓના વર્ષ ૨૦૦૫ સુધીના ફોટા આલ્બમ બતાવવામાં આવ્યા હતા, જેમાં શિક્ષક ચિંતનભાઈ પટેલ અને ધનવીનભાઈ કંચનવાલા એ વિદ્યાર્થીઓને સહકાર આપ્યો હતો. સમૂહ ફોટો અને સાથે અલ્પાહાર લઈ દરેક લોકોએ દિવસ યાદગાર બનાવ્યો હતો.
પૂર્વી તગડીયા, રવિ જાની, મનન પટેલ, ડૉ દીતી પટેલ, પૃથ્વીરાજ પટેલ, રિતેશ સેલર, સુબોધ ટાંક જેવા વિદ્યાર્થીઓએ આગેવાની લઈ કાર્યક્રમ સફળ બનાવવા પોતાનું યોગદાન આપ્યું હતું.
અંતે, ઉદઘોષક શિક્ષિકા તનુજાબેન પટેલ એ વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરતા ફરી આ રીતે મળતાં રહેવાની અને આજે અમે બધા જે પણ કઈ મુકામ પર છે એ માટે એમને અભિનંદન આપી અને બધા શિક્ષકો વતી આશીર્વાદ આપી કાર્યક્રમ ની પૂર્ણાહુતિ કરી. વિદ્યાર્થીઓએ પણ શિક્ષકો પોતાના વ્યસ્ત કામ માં સમય કાઢી અમારા માટે ઉપસ્થિત રહી અમારો દિવસ યાદગાર બનાવ્યો એ બદલ આભાર વ્યક્ત કરી આંખ માં આંસુ અને ચેહરા પર સ્મિત જોડે કાર્યક્રમ ને અંત આપ્યો હતો.
- April 8, 2024
0
1,777
Less than a minute
You can share this post!
administrator
Related Articles
લીડ બેંકની પહેલ હેઠળ ખેડા જિલ્લામાં મેગા નાણાકીય…
- December 21, 2025
માલપુર વનવિભાગ દ્વારા સંરક્ષિત પક્ષી ઘુવડ સાથે ત્રણ…
- December 16, 2025

