સત્ય વિચાર દૈનિક

ખેડા જિલ્લા ચૂંટણી અધિકારી અમિત પ્રકાશ યાદવ દ્વારા ખેડા લોકસભા બેઠકનું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું

ખેડા જિલ્લા ચૂંટણી અધિકારી અમિત પ્રકાશ યાદવ દ્વારા ખેડા લોકસભા બેઠકનું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું

કેતન પટેલ – ખેડા

તા. 12-04-2024 થી 19-04-2024 સુધી (જાહેર રજાના દિવસ સિવાય) ઉમેદવારી પત્રક ભરી શકાશે

જિલ્લ કલેક્ટર અથવા નડિયાદ પ્રાંત અધિકારીને સવારના 11.00 વાગ્યાથી બપોરના 03:00 વાગ્યા સુધીમાં નામાંકન પત્રો પહોંચાડી શકાશે

નામાંકન પત્રોની ચકાસણી ચૂંટણી તા. 20-04-2024ના રોજ સવારના 11:00 વાગ્યે હાથ ધરવામાં આવશે

                જિલ્લા ચૂંટણી અધિકારી  અમિત પ્રકાશ યાદવ દ્વારા 17-ખેડા લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી માટે  જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામામાં જણાવવામાં આવે છે કે, 17-ખેડા સંસદીય મતદાર વિભાગમાં લોકસભાના સભ્યની ચૂંટણી યોજાવાની છે ત્યારે ઉમેદવાર કે તેમના નામની દરખાસ્ત મૂકનાર પૈકી કોઇ એક વ્યક્તિ ચૂંટણી અધિકારી, 17-ખેડા સંસદીય મતદાર વિભાગ અને કલેકટર ખેડા- નડીઆદને પ્રથમ માળ (કલેકટરની ચેમ્બર), બી-બ્લોક, જિલ્લા સેવા સદન, ડભાણ રોડ, નડીઆદ-387002 ખાતે અથવા મદદનીશ ચૂંટણી અધિકારી, 17-ખેડા સંસદીય મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી, નડીઆદ સબડીવીઝન, નડીઆદને બીજો માળ, એ-બ્લોક (પ્રાંત અધિકારીની ચેમ્બર), જિલ્લા સેવા સદન, ડભાણ રોડ, નડીઆદ-387002 ખાતે મોડામાં મોડું તા. 19-04-2024 (શુક્રવાર) સુધીમાં કોઇપણ દિવસે (જાહેર રજાના દિવસ સિવાય) સવારના 11.00 વાગ્યાથી બપોરના 03:00 વાગ્યા સુધીમાં નામાંકન પત્રો પહોંચાડી શકશે.

                નામાંકન પત્રોના ફોર્મ ઉપર દર્શાવેલ સ્થળે અને સમયે મળી શકશે અને નામાંકન પત્રોની ચકાસણી ચૂંટણી અધિકારી, 17-ખેડા સંસદીય મતદાર વિભાગ અને કલેકટરની કચેરી, પ્રથમ માળ (કલેકટરની ચેમ્બર), બી- બ્લોક, જિલ્લા સેવા સદન, ડભાણ રોડ, નડીઆદ-387002 ખાતે તારીખ 20-04-2024 (શનિવાર) ના રોજ સવારના 11:00 વાગ્યે હાથ ધરવામાં આવશે.

                ઉમેદવાર કે તેના નામની દરખાસ્ત મૂકનાર પૈકીની કોઇ એક વ્યક્તિ કે તેના ચૂંટણી એજન્ટ પૈકી જેઓને આ નોટિસ પહોંચતી કરવા ઉમેદવારે લિખિતરૂપે અધિકૃત કર્યા હોય તેવા તેઓ ઉમેદવારી પાછી ખેંચવા અંગેની નોટિસ ઉપરના ફકરા-(2) માં દર્શાવેલ અધિકારીઓમાંથી ગમે તે એક અધિકારીને તેમની કચેરીમાં તા. 22-04-2024 (સોમવાર) ના રોજ બપોરના 03:00 વાગ્યા પહેલા પહોંચાડી શકશે.

ઉપરાંત ચૂંટણી લડાશે તો મતદાન તા. 07-05-2024 (મંગળવાર)ના રોજ સવારના 07:00 કલાકથી સાંજના 06:00 કલાક વચ્ચે થશે તેમ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા જણાવાયું છે.

                

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!