કેતન પટેલ – ખેડા
ઉનાળાની કાળઝાળ ગરમી શરૂ થવા જઈ રહી છે ત્યારે પક્ષીઓ પાણીની તરસ છિપાવી શકે તે માટે કપડવંજ તાલુકાના ઉત્કંઠેશ્વર મહાદેવ ખાતે અલગ-અલગ વિસ્તારમાં ઝાડ પર 150 થી વધુ જેટલા કૂંડા મુકવામાં આવ્યા માનવીની તરસ છિપાવવા ઠેરઠેર પાણીની પરબો બંધાવાય છે ત્યારે એક વિચારથી પક્ષી પરબ અભિયાને માનવીને પ્રકૃતિ પ્રત્યે વિચારતો કર્યો છે. આકરા તાપના ૪૦ ડીગ્રીની સપાટી ઉપર પહોંચેલા તાપમાનના કારણે અબોલ પક્ષીઓ પાણીના એક એક ટિંપા માટે તડપી રહ્યા છે. આ સંજોગોમાં પક્ષી પરબ અભિયાનને સમગ્ર પંથકે આવકાયું છે અને લોકો ઠેર ઠેર પક્ષીઓ માટે પાણીના કૂંડા મુકવા માટે આગળ આવી રહ્યાં છે.ત્યારે આ વિચાર ગુજરાત ક્ષત્રિય મહાસઘ પ્રમુખ કપડવંજ તાલુકા કિશનસિંહ પરમાર દ્વારા કાભાઈના મુવાડા સાથી મિત્રો સહભાગી બનીને પક્ષીઓની તરસ છીપાવવાનો પ્રયાસ કર્યો હતો. આ કાર્યમાં જયેશસિંહ પરમાર
અશોકસિંહ ધૂળસિંહ સોલંકી(ભૂંગળીયા) એ સહયોગ આપ્યો હતો