સત્ય વિચાર દૈનિક

મહારાષ્ટ્ર રાજ્યમાંથી વિદેશી દારુ લાવી ગુજરાતમાં મતદારો ને રીઝવવાની કોશિશ ના કરે એ માટે નર્મદામાં પાંચ જેટલી ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી

મહારાષ્ટ્ર રાજ્યમાંથી વિદેશી દારુ લાવી ગુજરાતમાં મતદારો ને રીઝવવાની કોશિશ ના કરે એ માટે નર્મદામાં પાંચ જેટલી ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી

મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા બોર્ડર જિલ્લા નર્મદામાં ચૂંટણી ટાણે નર્મદા પોલીસનું સઘન ચેકીંગ

200 થી વધુ પોલીસ અને પોલીસ કર્મીઓ અને અધિકારીઓની ટીમ તૈનાત

નશો કરીને વાહનો ચલાવતા ચાલકોનું પણ ચેકીંગ


ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે ત્યારે મહારાષ્ટ્ર રાજ્યમાંથી વિદેશી દારુ લાવી ગુજરાતમાં મતદારોને રીઝવવાની કોશિશ બુટલેગરો ના કરે એ માટે સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.નર્મદામાં પાંચ જેટલી ચેકપોસ્ટ ઉભી કરવામાં આવીછે.

દેશમાં લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે 7 મેં ગુજરાત માં ચૂંટણી 3 તબક્કાની યોજાવાની છે ત્યારે આ તબક્કામાં મહારાષ્ટ્ર નો પણ એક ભાગ છે તારે ગુજરાતમાં દારૂબંધી છે અને નર્મદા જિલ્લો બોર્ડરનો જિલ્લો છે મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલો છે. ત્યારે મહારાષ્ટ્ર રાજ્યમાંથી વિદેશી દારુ લાવી ગુજરાતમાં મતદારો ને રીઝવવા ની કોશિશ ના કરે એ માટે નર્મદા પોલીસ અધિક્ષક દ્વારા પાંચ જેટલી ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે એટલું જ નહીં મહારાષ્ટ્ર અને ગુજરાત ની બોર્ડરો અલગ અલગ બનાવવા માં આવી છે. હાલ લોકસભા ની ચૂંટણી ને લઈને રાજ્ય ના કોઈ વિદેશી દારૂ ન લાવે એ માટે ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, નર્મદા જિલ્લો ગુજરાત ની બોર્ડર છે. આ બોર્ડર થી કોઈપણ જાતનું નશીલા પદાર્થો કોઈ ઘુસાડે નહીં અને મહારાષ્ટ્ર રાજ્યમાંથી વિદેશી દારૂ ઘુસાડે નહીં એ બાબતે કડક ચેકીંગ કરવામાં આવી રહ્યુ છે. પેટ્રોલિંગ પણ સતત નર્મદા પોલીસ ની ટીમ કામ કરે છે. જિલ્લામાં પણ કોઈ નાગરિક નશો કરીને વાહનો ચલાવતા હોય એવા ચાલકો ને પણ ચેકીંગ કરવામાં આવી રહ્યા છે.અધિકારીઓ અને પોલીસ કર્મીઓ મળી 200 થી વધુ પોલીસ જવાનો આં ચેકીંગ માં હાલ લાગેલા છે. આ મહિનામાં સતત ચેકીંગ કરતા બે મોટા ટ્રક નાની ગાડીઓ સહિત લાખો નો વિદેશી દારૂ નો જથ્થો ઝડપી પાડવામાં નર્મદા પોલીસ સફળ રહી છે. જિલ્લામાં 20 થી વધુ ચેકીંગ પોઇન્ટ ઊભા કરવામાં આવ્યા છે.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!