સાબરકાંઠા – અરવલ્લી લોકસભા બેઠકના કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ડૉ. તુષાર ચૌધરીએ બાયડ તાલુકાના બાયડ તાલુકા પંચાયત ના વિરોધ પક્ષ ના નેતા કિરણસિંહ પરમારના નિવાસ સ્થાન ડેમાઈ (ખટાડીયા) ખાતે કોંગ્રેસ કાર્યકરો અને સમર્થકો સાથે બેઠક યોજી હતી, જેમાં તેમણે ભારતીય જનતા પાર્ટીએ પાર્ટી ફંડના નામે ” ઇલેક્ટ્રોલ બોન્ડ ” દ્વારા અત્યાર સુધીનું સૌથી મોટું કોભાંડ આચર્યું હોવાનું જણાવ્યું હતું, વધુમાં તેમણે ત્રીજી વાર ભાજપ સત્તા પર આવશે તો લોકશાહી અને બંધારણ ખતમ કરી નાખશે જેને લઇ સામાન્ય નાગરિકોના હક છીનવાઈ જવાની ચિંતા વ્યક્ત કરી હતી…
વધુમાં કોંગ્રેસના ઉમેદવાર ડૉ. તુષાર ચૌધરીએ સાંસદ સભામાં રબર સ્ટેમ્પ બની ફક્ત આંગળી ઊંચી કરે તેવા ઉમેદવારને નહી પણ મતદારોનો અવાજ બની સરકાર સામે સવાલ કરે તેવા ઉમેદવારને મત આપી વિજયી બનાવવા મતદારોને અપીલ કરી હતી…
બેઠકમાં બાયડ – માલપુરના પૂર્વ ધારાસભ્ય જશુભાઇ પટેલ,અરવલ્લી જિલ્લા સંગઠન પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવાર, બાયડ તાલુકા પ્રમુખ અશોકસિંહ ઝાલા,સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા…
ભુપેન્દ્રસિહ ઝાલા
બાયડ