ભુપેન્દ્રસિહ ઝાલા બાયડ
સાઠંબા પોલીસ મથકના કાશીયાવત ગામે એલ.સી.સી મોડાસા ટીમે સરકારી વાહનો સાથે નાઈટ રાઉન્ડ પેટ્રોલીંગ કરતા હતા સાંઠબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાઠંબા ગામે આવતા બાતમી મળેલ કે કાશીયાવત ગામે સાઠંબાથી ધોળીડુંગરી તરફ જતા રોડ ઉપર કાશીયાવત ગામના પીક અપ સ્ટેન્ડ સામેની બાજુમાં આવેલ સુરપાલસિંહ મંગળસિંહ રમણસિંહ સોલંકી પોતાના કબજા ભોગવટાના ગલ્લા ઉપર ગેરકાયદેસર વિદેશી દારૂનો વેપલો કરે છે ત્યારે એલ.સી.બીએ રેડ પાડતા કુલ બોટલ ટીન નંગ- ૧૯૨ જેની કિંમત ૨૨,૫૬૦/-સાથે સુરપાલસિંહ સોલંકી ઝડપી પાડી સાઠંબા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બાયડ તાલુકાના લીંબ ખાતે ચુંટણી અનુસધાને બનાવેલ ચેક પોસ્ટ ૫૨ આંબલીયારા
પોલીસ ટીમ વાહન ચેકીંગ કરતા હતા ત્યારે બાતમી મળેલ કે બે ઈસમો વિદેશી દારૂનો જથ્થો લઈ રોડ તરફથી આવે છે. જેથી ગાડીની વોચમાં ઉભા હતા ત્યારે તેને લાકડી તથા બેટરીથી ઈશારો કરી ઉભી રખાવતાં તેની અંદર બેસેલ ઈસમો થોડીક દુર ઉભી રાખી બંને ઈસમો ભાગવા લાગેલ હતા પોલીસની મદદથી એક ઈસમની કોર્ડન કરી તેમજ બીજા ઈસમ અંધારાનો લાભ લઈ ખેતરમાં નાસી છુટેલ હતી. તેનું નામ ઠામ પુછતા રામવિશાલ શ્રીકાંત મિશ્રા હાલ રહે.બડોદરા (ડભોડા), તા.દહેગામ તેમજ નાસી છુટેલ કુલદિપ મહેન્દ્રસિંહઝાલા (રહે.દેવકરણના મુવાડા,તા.દહેગામ) સાથે દારૂની કુલ બોટલ – ૪૩ જેની કિંમત
૪૭૩૦, ગાડી ની કિંમત ૮૦,૦૦૦, મોબાઈલ ફોન કુલ મુદામાલ કિંમત ૮૭૨૩૦ સાથે એકની ધરપકડ કરી આંબલીયારા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી

