અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાનાં શામપુર પાસે ખનીજ બાબતે એક પ્રશ્ન ઉદભવ્યો હતો જેને લઈને સમાચાર મળ્યા હતા કે બંને ગ્રામજનોએ લોકસભા ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી. ખાણ ખનીજ માઇન્સ બાબતે વિરોધને થવાથી ચૂંટણીમાં મતદાન નહીં કરવાની જાણ ખાણ ખનીજ મોડાસા અધિકારીને થતાં તાત્કાલિક સ્થળ પર જઈને તપાસ હાથ ધરી હતી. તપાસ નો રિપોર્ટ ઉચ્ચ કક્ષાએ પણ આપવાનું જણાવ્યુ હતું.
ચૂંટણી બહિષ્કાર બાબતને લઈને ગઢડા અને શામપુર ગ્રામ પંચાયતના સરપંચોએ પોતાના લેટર પેડ પર સ્પસ્ટતા કરતાં અરવલ્લી જિલ્લા કલેક્ટરને સુપ્રત કરીને ફેલાયેલી વાત પાયા વિહોણી હોવાનું જણાવ્યુ હતુ તેમજ બંને ગામના મતદારો 100 ટકા મતદાન કરવા પ્રયત્ન હાથ ધરીશું તેવી લેખિતમાં કલેક્ટરને બાંહેધરી આપી હતી.