અરવલ્લી જીલ્લાના માલપુર તાલુકાના ભેમપોડામાં કાકા ભત્રીજાને વારંવાર આંતરિક બાબતે સમજાવવાનો પ્રયત્ન કરતા પણ ભત્રીજા ને આ વાત પસંદ ના આવતા કાકા પર હુમલો કર્યો હોવાના સમાચાર સામે આવતા હાલ વિસ્તારમાં મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
માલપુર તાલુકાના ભેમપોડા ખાતે ભત્રીજાએ કાકાને ગળદુ પાટુનો માર મારી અને પછી વેલ્ડીંગ કરવાના લોખંડના સાધન વડે વાર કરતા કાકાનું મોત નીપજ્યું હોવાની માહિતી મળી રહી રહી છે.
સમગ્ર બનાવની માહિતી માલપુર પોલીસ સ્ટેશનને મળતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી . જ્યાં હુમલામાં મૃતકના લાશનો કબજો લઇ પીએમ માટે મોકલી આપવામાં આવી. ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.