સત્ય વિચાર દૈનિક

કપડવંજમાં લોકશાહીના પર્વની ઉજવણીમાં પ્રથમ વખત મતદાન કરતા મતદારોમાં અનેરો ઉત્સાહ

કપડવંજમાં લોકશાહીના પર્વની ઉજવણીમાં પ્રથમ વખત મતદાન કરતા મતદારોમાં અનેરો ઉત્સાહ

   

 

વિશ્વની સૌથી મોટી લોકશાહી માટે અવસર લોકશાહી અંતર્ગત ખેડા લોકસભા બેઠક માટે કપડવંજ પંથકમાં ભારે ગરમીની વચ્ચે પણ મતદારો સવારથી મતદાન મથકો પર ઉમટી પડયા હતા.ખાસ કરીને પ્રથમ વખત મતદાન કરતા યુવા મતદરોમાં મતદાનનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.પ્રથમ વખત મતદાન કરતા ધ્રુતિ રૂપલભાઈ ત્રિવેદીએ કપડવંજના ગામચોરો બુથમાં મતદાન કરીને જણાવ્યું હતું કે મેં એક જાગૃત નાગરિક તરીકેની ફરજ બજાવી છે.મતદાન કરીને મેં ધન્યતા અનુભવી છે.મારો દેશ ઉત્તરો ઉત્તર પ્રગતિ કરે અને દેશમાં રામરાજ્યની સ્થાપના થાય તેવી શુભકામના સાથે સૌને મતદાન કરવા અપીલ કરી હતી.જ્યારે ભીલ બીરજુ ગોપાલભાઈ, મારવાડી અરવિંદ શાંતિલાલ,ભીલ ગોપાલ કિશનભાઈ,ભીલ જયેશ મંગાજીએ પ્રથમ વખત મતદાન કરી ધન્યતા અનુભવી હતી અને દરેક મતદારોને મતદાન કરવા અપીલ કરી હતી.

૧૦૫ વર્ષના મહિલા મતદારે મતદાન મથકે,૮૫ વર્ષીય મહિલા મતદારે એમ્બ્યુલન્સમાં તથા દિવ્યાંગ મતદારે મતદાન મથકમાં જઈને મતદાન કર્યું

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ખેડા લોકસભા બેઠક માટે કપડવંજ વિધાનસભા મતક્ષેત્રના કપડવંજ તાલુકાના આંત્રોલી ગામના ૧૦૫ વર્ષના વયસ્ક મહિલા મતદાર મણીબેન પશાભાઈ પટેલે તેમના પરિવાર સાથે મતદાન મથકમાં જઈને મતદાન કર્યું હતું. જ્યારે ૮૫ વર્ષના મહિલા મતદાર પ્રેમીલાબેન કનૈયાલાલ શાહે કપડવંજના ગામચોરો ખાતે એમ્બ્યુલન્સમાં આવીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું હતું.કપડવંજ તાલુકાના બેટાવાડા તાબેના બાવાના મુવાડા ગામના દિવ્યાંગ મતદાર રાહીના યાસીનભાઈએ ટ્રાયસીકલ પર આવીને મતદાન કર્યું હતું અને સૌ દિવ્યાંગજનોને મતદાન કરવા અપીલ કરી હતી.

શહેરમાં લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવાનો અનેરો ઉત્સાહ પ્રજ્ઞાચક્ષુઓમાં જોવા મળ્યો હતો રાષ્ટ્રીય અંધજન મંડળના તાલુકાના રમેશભાઈ પટેલના જણાવ્યા મુજબ આ ચૂંટણીમાં પ્રજ્ઞાચક્ષુ એ પણ ઉત્સવ ભાગ લઈ મતદાન કરી લોકશાહીનો ધર્મ નિભાવ્યો હતો

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!