![]()
કપડવંજ શહેરની મધ્યમાં આવેલી કુંડવાવમાં ઐતિહાસિક મહત્વ ધરાવતું ચંચળબાઈ ટાવર બંધ હાલતમાં છે. ઘણા વર્ષો પછી નગરપાલિકા દ્વારા આ ટાવરને ચાલુ કરાવવામાં આવ્યું હતું અને તેમાં ડંકા પણ પડતા હતા પરંતુ તેની વચ્ચે આવેલી બારીઓ ખુલ્લી રહી જતા તેમાં મૂકેલી નવી મશીનરી તેમજ સર્કિટો બગડી જતા આ ઘડિયાળ ફરીથી બંધ હાલતમાં છે. ઘડિયાળ ફીટ કરનાર કંપનીના સંચાલકોના જણાવ્યા અનુસાર નગરપાલિકા દ્વારા આ બારીઓની ફરતે જો જાળિયો નાંખવામાં આવે તો કબૂતરો તથા અન્ય પક્ષીઓ પ્રવેશી ના શકે અને આ ઘડિયાળ કોઈપણ જાતના વિધ્ન વિના ચાલી શકે તેમ છે તેમ છતાં પણ નગરપાલિકાની ઉદાસીનતા કારણે₹3,30,000 નો ખર્ચો કર્યા પછી પણ આ ઘડિયાળ બંધ રહેતા પ્રજાજનો મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે. આ અંગે નગરપાલિકા અને ઘડિયાળ ફીટ કરનાર કંપની સાથે વિચાર વિમર્શ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવું પ્રજાજનો ઇચ્છિ રહ્યા છે. આ સંદર્ભમાં પ્રજાજનો શટલ કોકની માફક મૂઝવણ અનુભવી રહ્યા છે.
આ અંગે વાસ્તુજ્ઞ મુકેશ વૈદ્ય જણાવે છે કે વાસ્તુ વિજ્ઞાન જણાવે છે ઘરમાં કે બહાર બંધ પડેલી ઘડિયાળ નેગેટિવ ઉર્જા ઉત્પન્ન કરે છે જેને કારણે કપડવંજ ના વિકાસ ઉપર પણ તેની અસર થતી હોય છે માટે કરી આ ઘડિયાળ સત્વરે રીપેર કરાવી લેવી જોઈએ અથવા તો તેને સદંતર કાઢી નાખી બારીઓ ખુલ્લી કરી નાખવી જોઈએ વાસ્તુ પણ એક જાતનું વિજ્ઞાન છે જેને હિન્દુ લોકો સ્વીકારતા હોય છે.

