અહેવાલ – મનોજ રાવલ , સાબરકાંઠા
ધારાસભ્ય ધવલસિહ ઝાલાના વહીવટીતંત્ર સામેના સવાલો લાલબત્તી સમાન
પશુપાલન ડેરીની વાત હોય કે પછી ડમ્પીંગ સાઈડની વાત હોય કે નકલી કચેરીની વાત હો તેના સામે અવાજ ઉઠાવવાનો ઠેકો ખાલી ધવલસિહે જ લિધો છે બાકીના નેતાઓ શું કરે છે ? બાકીના નેતાઓની ચુપકીદીથી પ્રજાના મનમાં બાકીના નેતાઓ પ્રત્યે ભાગીદારીની આશંકા !!
સમગ્ર ગુજરાતમાં ભાજપની 156 સીટ આવી ત્યારે બાયડ માલપુર વિધાનસભા સીટ ઉપર અપક્ષ ઉમેદવારી કરીને ધવલસિંહ ઝાલાએ ભવ્ય જીત મેળવતા ગુજરાતનાં રાજકારણમાં ઇતિહાસમાં યાદગાર જીત મેળવી હતી .પ્રજાએ આપેલા અપાર પ્રેમ, વિશ્વાસ અને પૂર્ણ સહકારથી જીત થતાં વિસ્તારના કામો માટે હરહંમેશ ખડેપગે રહેવા તત્પર રહે છે.
અપક્ષ ધારાસભ્ય તરીકે સત્તા પક્ષને સમર્થન હોવા છતાં તેઓની કામ કરવાની શૈલીને કારણે પ્રજાકીય પ્રશ્નો અને સમસ્યાઓને નિરાકરણ લાવવા માટે કેટલીય વખતે વહીવટીતંત્રની બેદરકારી તેમજ લાલિયાવાડી ઉજાગર કરીને પ્રજાહિતમાં કામ કરે છે જેમાં સાબર ડેરી દ્વારા જે નિયમ બનાવ્યા હતા તેનો ખુલ્લો વિરોધ કરીને સૌને અચંબિત કરી દીધા હતા. મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં ડંપિંગ સાઈડનો વિરોધ કરીને મુખ્યમંત્રીને 12 મુદ્દાઓને લઈને અરજી દ્વારા રજૂઆત કરી હતી . તાજેતરમાં અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે સિચાઈ કચેરી બાબતે આશંકા જતાં રૂબરૂ મુલાકાત કરતા પર્દાફાશ કરીને જિલ્લા વહીવટી તંત્રને કડક કાર્યવાહી કરવા ફરજ પડી હતી. સોસાયટીમાં જે ઘરમાં સિંચાઈ વિભાગના જથ્થાબંધ સિક્કાઓ , ડૉક્યુમેન્ટ વગેરે મળી આવતા અરવલ્લી કલેકટરે તપાસના આદેશ આપીને કાર્યવાહી હાથ ધરી.
આમ વહીવટીતંત્ર સામે અવાજ ઉઠાવીને પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ થાય તે માટે કામ કરી રહ્યા છે. જે પ્રમાણે જનતાના સાચા સેવક બનીને લોકચાહના મેળવી રહ્યા છે તો સત્તા પક્ષ કોઈ દાવપેચ તો નહીં રમે તેવી શંકા કુશંકાઓ પ્રબળ બની રહી છે.
ગુજરાતમાં 182 ધારાસભ્યો પૈકી શું ફકત ધવલસિંહ ઝાલા આવા પ્રજાહિતના જ કામ કરશે બીજા નહીં? ધીમે ધીમે પ્રજાની ધવલસિંહ ઝાલા પ્રત્યે અપેક્ષાઓ વધતી હોય તેવું લાગી રહ્યું છે અન્ય નેતાઓ એ બળવાની જગ્યાએ પ્રેરણા લેવાની જરૂર છે.