અહેવાલ – હરીશ જોશી કપડવંજ
કપડવંજ વરાસી નદીના પુલ ઉપર આતરસુબા તરફ જવાના રસ્તા ઉપર થી વિદેશી દારૂની બોટલોનું ભરેલું વાહન સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ઝડપી લેવામાં આવ્યું હતું અને કુલ્લે રૂ.10,02,800/-, નો મુદ્દા માલ કબજે કરી ટાઉન પોલીસ સ્ટેશનને સોપવામાં આવ્યો હતો. આ ગુનામાં સંડોવાયેલા રાજસ્થાનના બે આરોપીઓ ભુપેન્દ્રભાઈ હીરાલાલ કલાલ અને રાજુભાઈ લક્ષ્મણભાઈની અટકાયત કરવામાં આવી હતી અને બે અન્ય આરોપીઓમાં પીન્ટુસિંગ તથા અન્ય એક ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.આ વિસ્તારમાં વારંવાર એસએમસી તરફથી રેઇડ કરવામાં આવી રહી છે અને તેમને સફળતા મળી રહી છે