સત્ય વિચાર દૈનિક

શુ તમે વિચારવાયુ ના શિકાર છો? – ડૉ. હર્ષિલ શાહ

શુ તમે વિચારવાયુ ના શિકાર છો?   –  ડૉ. હર્ષિલ શાહ

ઘણીવાર જ્યારે દર્દીઓ અમારી પાસે આવે છે, ત્યારે તેઓ “મને વિચારવાયુ થાય છે” કહીને વધુ પડતી વિચારવાની ફરિયાદ કરે છે.

હવે વિચારવું, એ માનવ મનનું સામાન્ય કાર્ય છે, પરંતુ જ્યારે મન ખૂબ દોડવા લાગે છે, ત્યારે વ્યક્તિને વારંવાર લાગે છે કે તે “વિચારવાયુ” માં અટવાઈ ગયા છે.

ઘણી વાર લોકો એવુ બી કહેતા હોય છે કે, “વિચારો ટ્રેન ની જેમ સતત ફર્યા કરે છે.”

તો શુ આ સામાન્ય છે? જો વિચારો એક હદ સુધી આવે તોહ તે કોઈ તકલીફ ધરાવતું નથી. પણ જયારે વિચારવાયુ થાય તો તેના ઘણા કારણો હોઈ શકે છે..

વિચારવાયુ અલગ અલગ પ્રકાર ના હોઈ શકે છે જેમ કે:-

1. રુમિનેશન(Rumination):- ભૂતકાળની ઘટનાઓ વિશે વધુ પડતું વિચારવું એ “રુમિનેશન” કહેવાય છે, ખાસ કરીને નકારાત્મક વિચારસરણી.

2. એન્ટિસિપેશન (Anticipation):-
આવનારી ભવિષ્યની ઘટનાઓ વિશે વધુ પડતું વિચારવું અને ચિંતા કરવી, જેમ કે આગામી પરીક્ષા, ભવિષ્ય મા લોકો વચ્ચે સ્પીચ આપવી, કોઈ જોબ માટે ના ઇન્ટરવ્યૂ માટે રાહ જોતા જોતા ચિંતા અને વિચારવાયુ કરવું તેને “એન્ટિસિપેશન”કેહવાય છે.

3. વળગાડ(Obsession):- એક ના એક વિચારો વારંવાર આવા, જે પોતાના નિયંત્રણ માં ના રેહ અને વિચારો ઓછા કરવા માટે કૈક ને કૈક “કાર્ય” કરવા પડે તેને વળગાડ કેહવાય.

આ ઉપરાંત, ઓવરથિંકિંગના અન્ય પણ વિવિધ પ્રકારો છે, જેના વિશે આપણે આગામી લેખોમાં શીખતા રહીશું.
આ ઓવર થિંકિંગમાંથી બહાર આવવા માટે વિવિધ પ્રકારની ટિપ્સ પણ આવતા  લેખોમાં  શીખતા રહીશું.

      મનોવિચારો

ડૉ. હર્ષિલ શાહ, (M.D) Psychiatrist ,એમડી મનોચિકિત્સક, 

નશામુક્તિ નિષ્ણાત અને સેક્સોલોજિસ્ટ – મો  88667 22667

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!