સત્ય વિચાર દૈનિક

કપડવંજ તાલુકાના એક ગામનો યુવાન સિમ કાર્ડ KYC થકી સાઇબર ક્રાઇમનો ભોગ બનતા બચ્યો

કપડવંજ તાલુકાના એક ગામનો  યુવાન સિમ કાર્ડ KYC થકી સાઇબર ક્રાઇમનો ભોગ બનતા બચ્યો

              કપડવંજ તાલુકાનાં લોટીયા  ગામના 37 વર્ષીય  અરવિંદભાઇ ઉદાભાઈ ઝાલાના  મોબાઈલ પર એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો જેમાં સિમ કાર્ડની KYC કરવાની છે તેમ જણાવ્યુ હતું અને હું BSNL માથી વાત કરું છું જણાવી ફકત 10 રૂ નજીકની BSNL ઓફિસે જઈને કરી શકશો ત્યારબાદ તરત જ જો તમે અમારા કહ્યા મુજબ માહિતી આપશો તો અમો KYC કરી દઇશું જણાવતા યુવાને  વિશ્વાસ કર્યો.

          અજાણ્યા ઇસમે જે પ્રમાણે મોબાઈલ પર માહિતી માંગતા આપી હતી જેમાં આધાર કાર્ડ , એટીએમ ના ચાર આંકડા , અને ઇસમે ઓનલાઇન ફી 10 રૂ ટ્રાન્સફર કરવા જણાવ્યુ અને બેન્ક બેલેન્સ કરવા કહેતા થોડીક શંકા ગઈ હતી.  આવેલ મેસેજ ઓટીપી આપવા જણાવ્યુ પણ નેટવર્કને કારણે કોલ કટ થઈ ગયો. બાદમાં થોડીક શંકા જતાં યુવાને પોતાના ખાતામાં જે રકમ હતી તે ધર્મપત્નીના ખાતામાં ટ્રાન્સફર કરી દેતાં સાઇબર ક્રાઇમ ભોગ બનતા બચી જતાં હાશકારો અનુભવ્યો હતો.

          હાલ કેટલાક સમયથી KYC કરવી જરૂરી બની છે જેમાં બેન્ક , રેશનકાર્ડ તેમજ સિમ કાર્ડમાં જરૂરી બન્યું છે. તેમજ પ્રાઈવેટ કંપનીઓએ રિચાર્જના ભાવ વધારતા BSNL તરફ વળ્યા છે જેને લઈને સાઇબર ક્રાઇમ થકી પ્રજાને છેતરવાનું કામ પણ પૂરજોશમાં વધતાં હોય તેવા બનાવો રોજેરોજ સામે આવે છે.

નોંધ – ઓનલાઈન સાઇબર ક્રાઇમ થી બચવા માટે કોઈ પણ અજાણ્યા નંબર કે વ્યક્તિને ખાનગી માહિતી આપવી નહીં પણ જે તે બેન્ક , વિભાગ કે કચેરીમાં રૂબરૂ જઈને કરવી હિતાવહ ભરેલ છે. નહીં  તો નાણાકીય નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!