મનોજ રાવલ – સાબરકાંઠા
પ્રાંતિજ થી એક પિડીત મહિલાએ 181 પર કોલ કરી જણાવેલ કે પતિ મને છૂટાછેડા આપી દે છે વકીલ ને પણ બોલાવી દીધા છે તમે જલદી મદદ માટે આવો.કોલ મળતા 181 ની ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી. તથા પીડિતા બેન સાથે વાતચીત કરતાં જાણવા મળેલ કે પીડિતા બેન બીજાં રાજ્ય ના હતાં તથા લગ્ન ને 10 વર્ષ થયેલાં હતાં. પરંતુ પતિ પત્નિ વચ્ચે નાની નાની બાબતોમાં રોજ જગડા ઓ થતા હતા. અને પતિ છેલ્લાં ચાર દિવસ થી છૂટાછેડા આપવાની વાત કરતો હતો. માટે પીડિતા એ તેમના પિયર વાળા ને પણ બોલાવી દીધા હતા. અને પીડિતા ના પિયર વાળા પણ છેલ્લાં ચાર દિવસ થી છૂટાછેડા પતિ ન આપે તે બાબતે સમજાવતા હતા. પીડિતા એ પોલીસ સ્ટેશન માં પણ ફરિયાદ આપી હતી. પરંતુ તેમ છતાં પતિ સમજતો ન હતો તથા વકીલ ને પણ બોલાવી દીધા હતા. માટે પીડિતા એ 181 માં મદદ માટે કૉલ કરેલ.પીડિતા ની સમગ્ર વાત સાંભળ્યા બાદ 181 ટીમે પતિ ને કાયદાકીય સમજ આપી ને સમજાવેલ છે . પીડિતા બેન ને સમજાવેલ છે તથા પતિ છેલ્લે છૂટાછેડા ન આપવા માની ગયેલ છે અને આ રીતે બંને પક્ષ નું સુખદ સમાધાન કરાવેલ છે તથા ત્યાંથી પરત થયેલ છે.