કપડવંજ ની શ્રી વી એસ ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત કલા કૌશલ્ય કેન્દ્ર અનુદાન. વાઘબકરી ફાઉન્ડેશન (સી.એસ.આર પ્રોજેક્ટ) કલા કૌશલ્યના દિવ્યાંગ વ્યક્તિ ઓ ને સ્વ.રોજગાર મળી રહે તે માટે તેમજ પોતાનામાં રહેલી આવડત દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સુંદર સરસ એવી અલગ અલગ ડિઝાઇનની રાખડીઓ બનાવવામાં આવી છે આ રાખડીઓના વેચાણ માટે લાયન્સ ક્લબ કપડવંજ માનવતાની દીવાલ ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ ઉદઘાટન કાર્યક્રમના લાયન્સ કલબના પ્રમુખ પ્રતિકભાઇ ઓઝા, મંત્રી શાંતિલાલ પ્રજાપતિ તેમજ ગોપાલભાઈ શાહ, કિતૅનભાઇ પરીખ, નિમેષભાઇ જામ , તથા પુનિતભાઇ ભટ્ટ,પત્રકાર સુરેશભાઇ પરીખ, કોમલબેન પટેલ હાજર રહી દીપપ્રાગ્યટ કરી રાખડી વેચાણ કેન્દ્રનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું આ શુભ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો એ દિવ્યાંગોને પ્રોત્સાહીત કરયા હતા.ભાઇ બહેનના પવિત્ર તહેવાર માટે દિવ્યાંગો પાસેથી રાખડીઓ ખરીદી કરી તેમના ચહેરાપર સ્મીત લાવવા અપીલ કરી હતી .