ખેડા જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના સંચાલકો દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં શાળાઓમાં ફાયર સલામતી અંગેના ઉપકરણો તથા અન્ય જરૂરી સુવિધાઓ પૂરી પાડવા અંગે ગ્રાન્ટની જોગવાઇ કરવા લેખિતમાં માંગણી કરી હતી. સદર કાર્યક્રમમાં જિલ્લાના ખૂણે ખૂણેથી જુદા જુદા તાલુકામાંથી શાળા સંચાલકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં. જિલ્લા સંચાલક મંડળના પ્રમુખ વિજયભાઈ પટેલ , મહામંત્રી પ્રદીપભાઈ બ્રહ્મભટ્ટ ,મહેશભાઈ જોશી,જે.ડીપટેલ,વિજયભાઈ પટેલ(દાણા કપડવંજ તાલુકો ) ઉપપ્રમુખ શ્રી ડી.પી.પટેલ તથા જયેશભાઈ પટેલ, સંગઠન મંત્રી નીરવભાઈ, ધર્મેશભાઈ રાવલ,જશુભાઇ પટેલ તથા તમામ હોદ્દેદારો એ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ પ્રસંગે ખાસ આચાર્ય સંઘ ના પ્રમુખ રજનીભાઇ, શિક્ષક સંઘના પ્રમુખ નીજલભાઈ પટેલ તથા પ્રશાંતભાઈ ઉપાધ્યાય પણ હાજર રહ્યા હતાં.