સત્ય વિચાર દૈનિક

રક્ષાબંધન નિમિત્તે બહેનને અનોખી ભેટ – લેખક .. ભરત પટેલ ઉમીયા

રક્ષાબંધન નિમિત્તે બહેનને અનોખી ભેટ –   લેખક .. ભરત પટેલ ઉમીયા

રક્ષાબંધન નિમિત્તે બહેનને અનોખી ભેટ

 

         એ પીન્કી ઉભી રહે ક્યાં જાય છે, બજારમાં રાખડીઓ લેવા પારૂલ, હા મારે પણ રાખડી લેવી છે ચાલ બન્ને બહેનપણી વાતે વળગ્યા .

       આજે પીન્કી ખૂબ જ ખુશ હતી એનો ભાઈ વીદેશ થી આવતો હતો બે ભાઈને એક બેનડી નાના હતા એટલે પીન્કી રાકેશ અને રમેશ ખૂબ ઝઘડતા બાજતા, લડતા હતા આમ ત્રણેયની જોડી હતી રાકેશ મોટો પછી પારૂલ અને રમેશ રમેશ પહેલાથી ખૂબ જ લાડમાં ઉછેરેલો બન્ને ભાઈઓ પીન્કીને સાચવે પણ એટલી અને ચિડાવે પણ એટલી જ એટલે પીન્કી રોજ કહે હવે કેટલા દિવસ મને પજવશો પછી તો રોજ ભાભીઓના હાથનો માર ખાજો એટલે ભાઈઓ એકદમ શાંત થઈ જતા અને પીન્કીને વળગી પડતા હતા આમ કરતાં કરતાં દિવસો પસાર થતા હતા

        પીન્કી ના લગ્ન કરી દીધા ખૂબ સરસ ઘર અને જમાઈ મળ્યા હતા. પણ રાકેશભાઈને પહેલેથી જ ગુટકા ખાવાની ટેવ હતી અને રમેશ જોડે પલ્સર બાઈક હતું રમેશ ખૂબ સ્પીડમાં બાઈક ચલાવતો હતો એનું ડ્રાઇવિંગ ખૂબ જ રફ હતું એક દિવસ કોલેજમાં પીન્કીને બંને રીઝલ્ટ લેવા ગયા ત્યારે બાઈકનું એક્સિડન્ટ થતાં થતા રહી ગયું હતું ત્યારથી પીન્કી ખૂબ ડરતી હતી સતત ચીંતા કરતી અને રમેશ ને હેલ્મેટ પહેરવાનું કહેતી હતી

        અને ગામમાં રાકેશ નો ખાસ ભાઈબંધ સૌમિલ નું નીધન થયું હતું તમાકુ ખૂબ ખાતો હતો એટલે એને મોઢાનું કેન્સર થયું હતું એટલે એ અધવચ્ચે આ દુનિયા છોડીને ચાલી ગયો હતો.પીન્કી મુંબઈમાં રહેવાના કારણે છેલ્લા બે વર્ષથી ભાઈઓને રાખડી બાંધવા આવી શકી નહોતી આ વખતે સમાચાર મોકલ્યા અને એ પરણીને પહેલી વખત પિયર આવતી હતી

          રક્ષાબંધનનો દિવસ હતો સવારે વહેલા ઊઠીને નાઈ ધોઈને રાખડી બાંધવાનો ટાઈમ થયો ભાઈઓ વિચારતા હતા કે બહેન પહેલી વખત આવે છે તો એના માટે સરસ ગીફ્ટ બહેનને આપીએ.  ભાઈઓને કંકુ તીલક કરીને અમર રાખડી બાંધી ખૂબ જ હેતથી ભાઈઓના માથે હાથ મૂક્યો અને ત્યારે પીન્કી રોઈ પડી રાકેશ અને રમેશ બહેન કેમ તુ રડે છે આજ ખૂબ ખુશી નો દિવસ છે આમ રડાય નહીં ત્યારે બહેન ને હસાવવા ભાઈઓએ અગીયાર રૂપિયા થાળીમાં મૂકીને બોલ્યા બોલ બેન ઓછા પડે છે હા બહુ જ ઓછા છે તો બોલ તારે શું જોઇએ છે હીરા મોતીનો હાર, સોનાનો દાગીનો કે iphone જોઈએ છે બોલ બેન શું જોઈએ છે

          બોલો બંને ભાઈઓ મારે જે જોઈએ છે તે આપશો હા બેન તારા માટે તો આકાશમાંથી આભલા તોડી લાવીએ.        ભાઈને ખવડાવેલો પેંડો ખાઈને રમેશ ગુટકા મોઢામાં ખાધી હતી અને રાકેશ બાઇકની ચાવી લઈને તૈયાર હતો બોલ બેન શું લાવું તારા માટે ત્યાં જ પીન્કી બોલી જો તમારે મારા માટે લાવવું જ હોય તો બોલો હું જે માગું તે આપશો હા બોલ બેનડી જે તું માગીશ જે આપીશું તો સાંભળો ભાઈ મારે નથી જોઈતા આભના તારલા મારે મન મારા પીતાજી આભ જેવા છે કે નથી જોઈતો સોનાના નો દાગીના મારા માટે મારા ભાઈઓ સોના કરતો કીમતી છે અને રહી વાત ફોનની તો મારો ભાઈ રમેશ એક જ ફોનમાં હાજર હોય છે એટલે મારે નથી જોઈતું કુસુ જ બોલ તો ખરા બેન શું જોઈએ છે તો મને વચન આપો હું જે માગીશ તે હસતા મોઢે આપ.  ત્યારે બંને ભાઈઓ અને ભાભીઓ એકબીજા સામે તાકી રહ્યા હતા શું માગશે બહેન ત્યારે પીન્કી બોલી હું જાવ ભાઈ અરે ના ના બેન તું માગ જે જોઈએ તે આપીશું ત્યારે પીન્કી એટલું જ બોલી  હતી કે રાકેશભાઈ મને વચન આપો કે આજથી ગુટખા બંધ અને ભાઈ રમેશ તું વચન આપકે બાઇક ધીમું ચલાવીશ અને હેલ્મેટ વગર કોઈ દિવસ ડ્રાઇવિંગ નહીં કરું અને હા ભાભી તમારે પણ વચન આપવાનું છે બોલો આપશો હા બોલો નાણંદબા તો સાંભળો આ બાપુજીને તમારા મા-બાપ કરતો અધિક રાખવાના છે  આજે મારે આટલું જ જોઈએ છે.  ત્યારે ભાભીઓ મનમાં ખૂબ જ ખુશ હતી અને રાકેશ અને રમેશ એ બહેન ને વચન આપ્યું  અને આજે પણ રાકેશ અને રમેશ ને કોઈ વ્યસન નથી અને રમેશ પણ હેલ્મેટ વગર કોઈ દિવસ ડ્રાઇવિંગ કરતો નથી

       આમ વાતોમાં ને વાતોમાં બજાર આવી ગયું અને ત્યાંજ ગીત વાગી રહ્યું હતું

    રાખડી ના તાંતણે…..

   જન્મોથી ગૂંથાણી…

   ભાઈ બહેન ની અમર.. કહાની….

     ભાઈઓ જો તમારે પણ બહેનને કંઈક આપવું હોય તો આવું આપજો બહેન ખુબ ખુશ થશે અને બહેન હંમેશા ભાઈનું જ વિચારે છે આમ પણ બહેન ને સાસરીમાં ગમે તેટલું સુખ હોય પણ ભાઈઓ અને પીયસ ની સતત ચીંતા કરતી હોય છે એટલે બહેન પણ ખૂબ જ ખુશ થાય છે અને બહેનો પણ આ પવિત્ર બંધનમાં ભાઈ અને ભાભીઓ ને વચનથી બાંધોજો

    હે ઉંચી મેડી ના કમાડ ઉગાળો

બેંની પાવો ટાઠાં નીર….

     હે આયો માડીજાયો વીર…..

………………………………………………………………………………………………………………………………………………………………………………………………………..

શ્રાવણ મહિનાના વરસાદના દિવસો ચાલી રહ્યા હતા ને રક્ષાબંધન (બળેવ) આવતી હતી  હિન્દુ ધર્મમાં તહેવારોનો કેવો અનોખો મહિમા મૂક્યો છે રક્ષાબંધન અને ભાઈબીજ એટલે ભાઈ બહેનના પ્રેમનો તહેવાર

          આજે સોસાયટીમાં કમુફઈ અને કપીલામાસી ચાલતાં ચાલતાં વાતો કરતાં હતાં જુઓ ને આ આજકાલ ની વહુઓ કેવી ફેશન કરે છે જીન્સ, મોબાઈલ…. D બ્લોક માંથી ચંદ્રીકાફઈ અને કાજલ આવતા હતા કપીલામાસી બોલ્યા સીઝ જવું છે કાજલ હા માસી જય સ્વામીનારાયણ, કમુફઈ મજામા, જૂઓ ને માસી આ બળેવ આવે છે એટલે મારી નણંદો માટે સાડીઓ જોવા જવું છે.. ક્યાં સુધી ચાલશો કમુફઈ… જો બૂન જ્યાં સુધી પગ હેંડશી ત્યાં સુધી પછી ખાટલામાં પડીશું પછી વહુઓ સેવા કરશી…. કપીલામાસી ડાયાબીટીસ નો રીપોર્ટ આવ્યો છે? હા બકા એટલે જ હેંડ હેંડ કરીએ છીએ…..

         સામે બોકડે અલ્પાબેન, સુરેખાબેન, મીત્તલબેન, ચંન્દ્રીકાબેન, અને સંગીતાબેન બેઠા હતા રોજ રોજ જમવા શુ બનાવવું એની ભાંજગળ ચાલતી હતી, સામે થી કલ્પનાબેન અને મીન્ટુબેન આવી રહ્યા હતા ને ભાવનાબેન બોલ્યા ચાલો બજારમાંથી શાકભાજી લેતા આવીએ અને રાખડીઓ જોતા આવીએ ત્યાંથી અલક મલકની વાતો કરતાં કરતાં સૌ બહેનો બજારમાં જતા હતા ચંન્દ્રીકાબેન બોલ્યા શાકભાજી કેટલી મોંઘી થઈ છે અને સામે તહેવારો આવે છે મીન્ટુબેન બોલ્યા અલ્પાભાભી ભીંડા લઈ લ્યો અમારા ભાઈ રાજુભાઈ ને ભીંડા બહુ ભાવે છે ત્યાં જ સંગીતાબેન બોલ્યા આ સાલ તો બજારમાં રાખડીઓ પણ બહુ જ મોંઘી આવી છે, શાક માર્કેટની સામે બે ચાર દુકાનમાં રંગબેરંગી રાખડીઓ લટકતી હતી અને ખૂબ જ ઉમંગથી બહેનો પોતાના ભાઈઓ માટે  રાખડીઓ હોંશે હોંશે ખરીદતી હતી.. ત્યાં જ ગીત વાગી રહ્યું હતું

      રાખડી ના તાતણે……

     જન્મો થી ગુંથાણી….

      ભાઈ બહેન ના પ્રેમ ની અમર કહાની…..

       ત્યારે કલ્પનાબેન  ભૂતકાળમાં સળી ગયા આજથી વર્ષો પહેલા રક્ષાબંધનમાં સૌમિલ ને એક્સિડન્ટ થયો હતો

          કલ્પના અને સૌમિલ ભાઈ બહેન હતા નાના હતા ત્યારે પહેલા તે બંને વચ્ચે મીઠો ઝઘડો, બાજવું, લડવું, ઝઘડવું અને અંતે તો કલ્પના ને સૌમિલ  રોવડાવીને જ રહેતો હતો જેમ જેમ દિવસો પછી વર્ષો વીતતા ગયા અને કલ્પના લગ્ન થઈ ગયા હવે સૌમિલ એકલો પડી ગયો હતો એને બહેનની યાદ આવતી હતી સૌમીલના  લગ્ન પલ્લવી જોડે થયા હતા પલ્લવી પહેલેથી એકલવાયુ જીવન જીવીને આવી  હતી  જ્યારે જ્યારે નણંદ કલ્પના ભાઈના ઘરે આવે એટલે એનું મોઢું ચડી જતું હતું અને સૌમિલ જ્યારે બહેનને વ્યવહાર કરવા જાય એટલે પલ્લવી નું મો ચડેલું જોઈને હાથ પાછો પડતો હતો

        એક દિવસ રક્ષાબંધન હતી આજે પલ્લવી પણ પિયર ગઈ હતી અને બહેન કલ્પના પણ ભાઈને રાખડી બાંધવા આવી હતી  બપોરે સૌમીલ પલ્લવીને લેવા એની સાસરીએ ગયો હતો અને એક જોરદાર એકસીડન્ટ થયો અને મગજનું વાગતા સૌમિલ ત્યાં જ બેભાન થઈ ગયો

        ડોક્ટર પાસે લઈ જતા ડોક્ટરે કહ્યું સૌમીલ કોમા મા છે હવે ક્યારે ભાનમાં આવે એ નક્કી નહીં .       આમ દર વર્ષે કલ્પના બેભાન હાલતમાં કોમામાં હતો એ ભાઈ સૌમિલને રાખડી બાંધતી હતી ત્યારે એક દિવસ બરાબર રક્ષાબંધનના દિવસે ભગવાનને ખૂબ જ પ્રાર્થના કરી, હે ભગવાન આજે મારા વીરા ને રાખડી બાંધવા જાવ છું કુંતા માતાએ અભિમાન્યુને અમર રાખડી બાંધી હતી અને અભિમાન્યુનો વાર પણ વાંકો થયો નહોતો આજે હું પણ મારા વીરા ને મારા માડીજાય ભાઈને રાખડી બાંધવા જાઉં છું પણ આજે સારા જગતના ભાઈઓને બહેનો રાખડી બાંધશે અને હું અભાગણી એક અર્ધ મૃત ભાઈ ને રાખડી બાંધીશ હે દ્વારકાધીશ મારી રાખડીની લાજ રાખજે એમ કહીને ઘરેથી નીકળી આજે ભગવાને કલ્પના ની અરજી કાનો કાન સાંભળી હતી આજે ભાઈના ઘરનું વાતાવરણ પણ ખૂબ જ ખુશ હતું જે ભાભી રોજ મોઢું ચડાવતી હતી એને આજે સામેથી નણંદને આવકારી હતી બહેન પણ ભાઈ ભાભી અને ભત્રીજા માટે ભગવાનને ચડાવેલા પેંડા અને રાખડી લઈને આવ્યા હતા બરાબર સવારના સવાનવનો  ટાઈમ….. સવાયુ ચોઘડિયું હતું…… બહેન આજે ભાઈને જોઈને રડી પડી હતી તરત જ બહેને ભાઈનો હાથ જાલી લીધો.

        આજે પહેલી વખત બહેનનો હાથ અડતાં જ ભાઈના મા કંઈક દોરી સંચાર થયો બહેન રડતાં રડતાં ભાઈને રાખડી બાંધવા જતી હતી ત્યાં જ સૌમિલે  એનો જમણો હાથ લાંબો કર્યો સૌ ચકિત થઈ ગયા કલ્પના એ ભાઈના હાથે રાખડી બાંધી અને ભગવાનને ચઢાવી લાવેલા પ્રસાદ ના પેંડા ભાઈ ના મોઢામાં મૂક્યા આજે સૌમિલ ના મા નવી જ તાજગી દેખાતી હતી  પલ્લવીએ બહેનને વીર પસલી માં પહેલી વખત સાડી અને પાંચ હજાર એક રૂપિયાનું કવર આપ્યું હતું

        બીજા દિવસે ડોક્ટરને સૌમિલને બતાવ્યું તો ડોક્ટર પણ બોલ્યા આ તો ચમત્કાર છે આવા કિસ્સામાં ભાગ્ય જ કોઈ ભાનમાં આવે છે હવે ડોક્ટરની ટ્રીટમેન્ટ અને પરિવારની હૂફથી સૌમિલ ધીરે ધીરે સાજો થઈ રહ્યો હતો લગભગ 70% સ્વસ્થ થઈ ગયો હતો.

        ત્યાંજ એકદમ કલ્પના  તંદ નિંદ્રામાંથી ચમકી અને આજે ભાઈ માટે હોંશે હોંશે રાખડી જોવા લાગી

        અને આ બાજુ પલ્લવી પણ નણંદ માટે મોંઘામાં મોંધી સાડી ખરીદી કરી રહી હતી.  આ છે એક સુતરના તાંતણા ની કિંમત આ છે એક રાખડીની તાકાત તો બહેનો તમે પણ કોઈ પણ રિસામણા મનાવણા સિવાય તમારા ભાઈને અમર રાખડી બાંધજો અને ભાઈના પરિવારને સુખી સંસારના આશીર્વાદ આપજો 

         આમતો બહેનનું આત્મસન્માન જાળવવાની ભાઈની જવાબદારી કાંઈ આ એક દિવસની નથી…

           પણ ખાસ રક્ષાબંધન નિમિતે, આપણી બહેન આપણા ( ખરું કહીએ તો એના પણ) ઘેર આવી રહી હોય છે તો યાદ રાખીએ….કે….

          એના છેક બાળપણ વખતથી એની ખાટી-મીઠી યાદો જે આપણા ઘર-પરિવાર, ઓળ/પોળ, માઢ/મહોલ્લા કે ગામ/ગાંદરા સાથે જોડાયેલી હોય છે એની લાગણીઓ પણ એને અહીં સુધી ખેંચી લાવે છે…ત્યારે બહેન ની શું અપેક્ષાઓ હોય ….બસ એજ અપેક્ષા

        એના આગમન સમયે સૌનો મીઠો આવકાર…..

        સૌ પરિવારજનો સાથે એક જ પંગતે જમવાનું…..

        ભાઈ-ભાભીની નજરમાં એના આગમન નો ઉમળકો……

       ક્યાંક એના સુખદુઃખની વાત સાંભળવાની અને સહાયની આપણી તૈયારી…..

      એના ઘેર પરત જતાં સુધી આપણે એના માટે ફાળવેલો સમય…..

        બસ….આટલું જ….!!! જરૂરથી આપીએ…આમાં  કોઈ વિશેષ ખર્ચો  નથી…..હોં…!!!

         ભાભીશ્રીઓ ને વિનંતી કે રાખડી બાંધેલા,ભાઈઓના ખિસ્સામાં જતા હાથ ને આમ આંખોના ઈશારે બાંધી ના દેતા….!!!

આપણા પ્રેમ-ભાવ વિહીન સો-બસો-પાનસો રૂપેળી રૂપી ભીખની નહીં પણ બેનને આપણા ભાવ ની જરૂર હોય છે…બાકી ભાઈ ની હેસિયત, ઔકાત કે અમીરી બહેનથી વધારે કોને ખબર હોય…???

        હે…… ઊંચી મેડી ના કમાડ ઉઘાડો…..

      બેની પાવો ટાઢા નીળ…..

         મળવા આયો માડી જાયો વીર…… હે બેની આયો માડી જાયો વીર…..

………………………

રક્ષાબંધન ની વેદના

       ઝરમર ઝરમર વરસાદની સાથે શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે શ્રાવણ માસ આવે એટલે દરેક બહેનોને એક જ દિવસની ખાસ યાદ આવે રક્ષાબંધન

        હું પણ મસ્ત એવા ઝરમર ઝરમર વરસાદમાં મસ્ત એવી ચાની ચુસ્કી લઈ રહી હતી ત્યાં જ વિચાર આવ્યો કે રક્ષાબંધન આવી રહી છે. આ પહેલી રક્ષાબંધન હશે જ્યારે હું મારા હાથે મારા માડિજાયાના હાથના કાંડા પર રાખડી નહી બાંધી શકું એટલું વિચારતો જ મારી આંખમાં થી  ઝરમર ઝરમર આંસુઓનો વરસાદ ટપકવા લાગ્યો

         પહેલી રક્ષાબંધન એવી છે કે ભાઈ સાત સમુંદર દૂર છે વિદેશ, વિદેશમાં વસતા તમામ ભાઈઓને પોતાની બહેન વગર રાખડી બંધાવી એક અસહજતા લાગતી હશે

       દરેક બહેનોને પોતાના ભાઈ માટે રાખડી લેવાથી રાખડી બાંધવા સુધીના અરમાનો કંઈક અલગ જ હોય છે દુનિયાનું આ એક એવું પવિત્ર બંધન છે જ્યાં એક ભાઈ અને બહેન મા કોઈ સ્વાર્થ, ઈર્ષા કોઈ જ મતલબ વગરનું નિસ્વાર્થ અને પવિત્ર બંધન છે ભાઈ બહેનના પ્રેમમાં એક માતા-પિતાની હૂફની લાગણીઓ દેખાય છે દૂર છે ભાઈ તો શું થયું લાગણીઓનુ ઝરણું તો બદલાતું નથી ને

         વિચાર્યું ભાઈને રાખડી મોકલાવીએ હું તો ચા ની ચૂસ્કી પતાવીને નીકળી ગઈ રાખડી લેવા બજારમાં ત્યાં જ એક ગીત રણક તું હતું

      રાખડી ના તાંતણે….

        ભાઈ બહેન ની પ્રેમ ની અમર કહાની….

    ઘણું જીવો મારા લાડકવાયા…

        જવો હજારો સાલ રે……

         હું તો દુકાન મા ગઈ જોયું તો આતો પલ્લવી, બહેન જેવી બહેનપણી રાખડી બનાવે છે ને ત્યાંથી જ ભાઈને માટે રાખડી લેવાનું વિચાર્યું મારા માડીજાયા વીરા માટે રંગબેરંગીને મસ્ત એવી મોતીઓથી ગુથેલી રાખડીઓ જોવા લાગી એમાં એક રાખડી પસંદ કરી જે આ બહેને રાખડી બનાવી હતી જેને કોઈ પોતાના ભાઈ ના માટે નહિ પણ બધા ભાઈઓ માટે પ્રેમ વાલ ની લાગણીથી પોતાના હાથે ગુંથીને મસ્ત મસ્ત રાખડીઓ બનાવી હતી જોતા જ લેવાનું મન થઈ જાય મેં પણ માડી જાયાવીરા માટે સરસ એવા સુખડના મણકા વાળી રાખડી લીધી સુખડની મસ્ત મહેંક આવતી સુગંધિત રાખડી શોભા વધારતી હતી ભાઈની રાખડી લીધી, પાછી ભાઈ ના નાના ભૂલકાઓ કેમ ભુલાય તેમના માટે પણ નાના નાના હાથ માટેની નાની એવી મસ્ત રાખડી લીધી બહેનપણી નું ઘર છે એટલે મહેમાનગતિ તો થવાની જ મસ્ત એવી વાતો કરતા કરતા ઠંડા શરબત ની મજા માણી પછી હું ત્યાંથી લઈને નીકળી રસ્તામાં બહેનપણીઓને મળતી મળતી આવી ત્યા પણ મારી રાખડી જોઈને આનંદીત થઈ ગઈ રાખડી માંથી આવતી સુખડની સુગંધ જ મનમોહી લેતી હતી

         રાખડીઓ તો આવી ગઈ બધી બહેનપણીઓએ ભેગી કરીને વિદેશ મોકલાવી દીધી રાખડીઓ વીરા ની વેદના નું બહેનોના પ્રેમથી અપાયેલું પ્રતીક છે. મારા વીરા 100 વર્ષનો થાજે હંમેશા સુખી અને તારા બધા જ દુઃખ અમારા ને અમારા બધા જ  સુખ તારા એવા માંડી જાય વિરાને આશીર્વાદ સાથે ભાઈ બહેન નો વાહાલના પ્રેમ નું પવિત્ર ઝરણું અવિરત પણે વહેતું રહે ભાઈ પાસે બહેન છે એ ભાઈ નસીબદાર છે કારણ કે એક સામાન્ય સુતર નો દોરો પવિત્ર રાખડી બની ભાઈ બહેન ના સબંધ ને મજબૂત બંધનમાં બાંધી રાખે છે અને ભાઈ બહેન એક બીજા ના સુખ દુઃખ મા સાથ આપવા ના કોલ આપે છે

 

લેખક – ભરત પટેલ ઉમીયા

 ઈટાદરા ગાંધીનગર

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!