કપડવંજ શહેરમાં કડિયાવાડ નાકા પાસે દિવાલ ધરાશઈ થતાં ૧૫ વર્ષિય બાળકીનું કરુણ મોત નીપજ્યું હતું જ્યારે બે ઈજાગ્રસ્ત
તસવીર અહેવાલ – હરીશ જોશી , કપડવંજ
કપડવંજમાં લાંબા વિરામ બાદ ૬૬ મી. મી.વરસાદ નોંધાયો હતો. વરસાદના પગલે શહેરમાં કડિયા વાડનાકા પાસેના વિસ્તારમાં વરસાદને કારણે મકાનની દિવાલ ધરાશાઈ થઈ હતી.જુના મકાનની દિવાલ ધરાશાઈ થઈ તે દરમિયાન ત્રણ વ્યક્તિ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે દિવાલ ધરાશાઈ થતા દીવાલ નીચે દટાઈ જતા ૧૫ વર્ષીય બાળકીનું મોત નિપજ્યું હતું જ્યારે બે પુરુષોને ઈજાઓ થઈ હતી. અગાઉ ચોમાસા પહેલા સદર જર્જરિત મકાન ઉતારવા માટે નગરપાલિકાએ મકાન માલિકને નોટીસ આપી હતી તેવી માહિતી મળી છે.બનાવના પગલે કપડવંજ મામલતદાર, પોલીસ તેમજ નગરપાલિકાના ઇજનેર ઘટના સ્થળે પહોંચ્યા હતા.મૃતદેહને પી.એમ.માટે કપડવંજ જે.બી મહેતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો તથા ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.