-
અહેવાલ – જયદીપ દરજી
શું માનવ આરોગ્ય કે જીવનની કોઈ કિંમત ખરી કે નહિ ??
કેટલાક સમયથી ખેડા જિલ્લામાં ગુણવત્તા વગરના ખાધ ખોરાક ખુલ્લેઆમ વેચાઈ રહ્યા છે જેમાં મરચું ,હળદર અને મરી મસાલા જેવી અનેક બિન આરોગ્ય પ્રદ વસ્તુઓનું બેફામ વેચાણ થાય છે પણ ફૂડ વિભાગની યોગ્ય કાર્યવાહીના અભાવે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે. ફક્ત તહેવારોના સમયે જ નમૂના સેમ્પલ લઈને લોકોને પોતાની કામગીરી બતાવતા હોય તેવા અનેક દાખલાઓ જોવા મળ્યા છે..
ખેડા જિલ્લામાં બેફામ બનેલી દૂધ વિતરણ કેન્દ્ર જ્યાં છાસ ,પનીર , માવાની મીઠાઈઓ, ફરસાણ , નમકીન, બેકરી ,લારીઓ પર ખવાતા મોટાભાગના ફૂડ એન્ડ સેફ્ટી નિયમોનું ઉલઘઘન કરતા હોવા છતાં વિભાગ કાર્યવાહી કરવાને બદલે તેઓને છાવરતા હોય તેવું લાગી આવે છે.
ખાધ ખોરાક સાથે સંલગ્ન એકમો કે દુકાનધારકો નિયમોનું પાલન ન કરવા છતાં ફૂડ વિભાગ ક્યારેય આકસ્મિક મુલાકાત લઈને દંડાત્મક કાર્યવાહી કરવા વિચારતું નથી !!! તો શું જવાબદારીઓ કોના શિરે !!!
માનવ આરોગ્ય સાથે ચેડાં થતાં અટકાવવાનું કામ ફૂડ વિભાગ કરશે કે પછી મીઠાઈ રૂપી અન્ય બોક્ષ જ લેશે !!
ફૂડ વિભાગના અધિકારીઓને જાણ કરવા છતાં ઝડપી કાર્યવાહી કરવાને બદલે જે તે દુકાન ધારકને સાવધ કરી સેટિંગ કરતા હોય તેવી શંકાઓ ઉપજે છે.
જો નાગરિકો જાગૃત નહિ થાય તો ચોક્કસ માનવ આરોગ્ય ગંભીર બીમારીઓ અને રોગના ભરડામાં આવી જશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી..
માનવ આરોગ્ય સાથે ચેડાં કરતા એકમો સામે ફૂડ વિભાગ નિદ્રાધીન અવસ્થામાંથી જાગશે કે પછી !!!!!


