સત્ય વિચાર દૈનિક

કપડવંજની કુબેરનગર સોસાયટીમાં નવરાત્રી મહોત્સવમાં વેશભૂષા યોજવામાં આવી

કપડવંજની કુબેરનગર સોસાયટીમાં નવરાત્રી મહોત્સવમાં વેશભૂષા યોજવામાં આવી
  • તસવીર અહેવાલ – હરીશ જોશી કપડવંજ

    કપડવંજની કુબેરનગર સોસાયટીમાં નવરાત્રી મહોત્સવ ૨૦૨૪ અંતગૅત નવરાત્રી પર્વમાં એકવીસ વર્ષની પરંપરા મુજબ ભવ્ય વેશભૂષા યોજવામાં આવી

     સાધના અને સિદ્ધિનું મહાપર્વ એટલે નવરાત્રી આ નવ દિવસોમાં માતાજીની નવ સ્વરૂપોની પૂજા થાય છે અને માતાજીને પ્રસન્ન કરવા માટે ભકિતસભર અને પૂર્ણ શ્રદ્ધામય બનીને  સામુહિક ગરબાનું ભવ્ય આયોજન સહ ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત કપડવંજ ની કુબેરનગર સોસાયટીમાં આ વર્ષે પણ તા.૧૦૨૦૨૪ થી તા.૧૨૧૦૨૦૨૪ દરમિયાન નવરાત્રી મહોત્સવમાં સોસાયટી ચોકમાં લાલ જાજમ કારપેટ પાથરીને  ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે કુબેરનગર સોસાયટી ના ચેરમેન  પી.એ.પટેલ અને મંત્રી વિજયભાઈ પટેલ અને ખજાનચી  મુકેશભાઈ પરીખના જણાવ્યા અનુસાર કપડવંજમા કુબેરજી મહાદેવ મંદિર પાસે અને કપડવંજના હાદૅ સમા વિસ્તારમાં ૯૦ સભ્યો ધરાવતી કુબેરનગર સોસાયટીની સને ૧૯૮૦મા  સ્થાપના કરવામાં આવી હતી.

              કુબેરનગર સોસાયટીના ૯૦ સભ્યના તમામ પરિવારો એક પરિવાર કુબેરનગર પરિવારના અભિગમ સહ સાથ સહકાર અને સંપથી એક પરિવાર તરીકે રહે છે કુબેરનગર સોસાયટીમાં છેલ્લા એકવીસ વર્ષથી નવરાત્રીમા કુબેરનગર સોસાયટી પરિવાર દ્વારા વિવિધ વેશભૂષા યોજવામાં આવે છે વતૅમાન સમય સંજોગોને અનુરૂપ સોસાયટીના નાના ભૂલકાઓ બાળકો ભાઈઓ અને બહેનો અને વડીલો જુદા જુદા સ્વરૂપે વેશભૂષા રજૂ કરે છે જે  અંતર્ગત તા.૧૦૧૦૨૦૨૪ ને ગુરૂવારે રાત્રે પણ ૧૦૦ જેટલા સોસાયટીના સ્પર્ધકોએ વેશભૂષામાં ભાગ લીધો હતો વેશભૂષા દરમિયાન આતશબાજી કરવામાં આવી હતી અને તમામ સ્પર્ધકોને કુબેરનગર સોસાયટી પરિવાર દ્વારા પ્રોત્સાહક ઈનામો અને ભેટ આપવામાં આવી હતી.

     નવરાત્રી ના નવ દિવસ નવ દાતાઓ તરફથી નાસ્તો આપવામાં આવે છે આ નવરાત્રી દરમિયાન સાથ સહકાર સહયોગ આપવા બદલ સોસાયટીના તમામ રહીશો કારોબારી સમિતિ સભ્ય સવિશેષ  નિલેશભાઈ પટેલ , જશુભાઇ  પટેલ , નરોત્તમભાઇ પટેલ, ડૉ.આયુષભાઇ પટેલ (ધનુષ હોસ્પિટલ વાળા) પ્રકાશભાઈ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો . નારી શક્તિ સ્વરૂપ બહેન દિકરીઓ માતાઓ ભક્તિ ભાવપૂર્વક ગરબા દ્વારા નવરાત્રીના નવ દિવસ સોસાયટી ચોકમાં લાલ જાજમમાં ગરબા ગાઇને માતાજીની આરાધના કરી ભવ્ય ધામધૂમથી નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!