અબોચ ગામના કેપ્ટન સંજય બારોટ ભારતીય સેનામાં ૨૮ વર્ષ ફરજ બજાવી નિવૃત્ત થતાં ભવ્ય સેવા નિવૃત સમારંભ યોજાયો
મોટીજેર થી અબોચ ગામ સુધી દેશભક્તિના ગીત તેમજ બગીમાં કેપ્ટન સંજય બારોટનો ભવ્ય વરઘોડો નીકળ્યો હતો
જેમાં રાષ્ટ્ર માટે જીવનના મહત્વના વર્ષો આપ્યા હોવાથી વરઘોડા દરમ્યાન સ્વાગત કરવામાં આવ્યું હતુ તો કયાંક લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા
અબોચ ગામના બ્રહ્માણી મંદિરના પટાંગણમાં હાર્દિક સ્વાગત અને અભિવાદન સમારોહમાં મોટી સંખ્યામાં રાષ્ટ્રપ્રેમી જોડાયા
સખત મહેનતને કારણે કેપ્ટન પદ સુધી પહોંચીને નિવૃત્ત થતાં અબોચ તેમજ કપડવંજનું ગૌરવ વધારતાં સમગ્ર જનમેદનીમાં હર્ષની લાગણી વ્યાપી હતી
સંજય બારોટે પ્રાથમિક શિક્ષણ અબોચ ,માધ્યમિક શિક્ષણ મોટીજેર એમ ડી શાહ હાઇસ્કુલ તેમજ કપડવંજ ખાતેથી કોલેજ કરેલ હતી.
રાષ્ટ્ર માટે સેવા કરવાના ધ્યેય સાથે જ જીવનમાં આગળ વધતા રહ્યા અને નિવૃતના સમયે કેપ્ટન બનતા પરિવાર અને સમાજનું ગૌરવ વધારતાં દરેકે હર્ષભેર વધાવી લીધા હતા
પૂર્વ ગૃહ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય મણીભાઈ પટેલ, પૂર્વ ચેરમેન APMC કપડવંજ નિલેશભાઈ પટેલ, અગ્રણી એલ.એસ ઝાલા , બારોટ સમાજના અગ્રણી જશુભાઇ બારોટ, ONGC, અધિકારી મિતુલ વૈષ્ણવ , પૂર્વ નિવૃત સુબેદાર અને જવાનો , આગેવાનો સહિત ભાઈ બહેનો જોડાયા હતા.
