અહેવાલ તસવીર – હરીશ જોશી , કપડવંજ
અમદાવાદના શહેરના નિકોલ પોલીસ સ્ટેશનના ગુન્હાનો નાસતો ફરતો આરોપી રોહિત ઉર્ફે કાળુ દલપતભાઈ ગમંડે(છારા) રહે. સરદારનગર,કુબેરનગર,સીંગ ચાલી,મોટવાણી બંગ્લાની સામે, અમદાવાદનાઓને કપડવંજ ટાઉન પોલીસને માહિતી મળી હતી કે તે કપડવંજ આવવાનો છે.જેથી જેથી કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનના પી.આઈ. જનકસિંહ દેવડાની સુચના અનુસાર સર્વેલન્સની ટીમ કપડવંજની મહોર નદી ઉપર વોચમાં હતા.દરમિયાન સદર નાસતો-ફરતો આરોપી પોલીસે ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી નિકોલ પોલીસને જાણ કરી આરોપીનો કબ્જો સોંપવાની તજવીજ હાથ ધરી છે.આરોપી વિરૂધ્ધ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ચેઈન સ્નેચીંગના ગુન્હામાં,વાડજ પોલીસ સ્ટેશનમાં ચેઈન સ્નેચીંગ ના ગુન્હામાં તથા કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનમાં ધાડના ગુન્હા નોંધાયેલા છે.