ગુજરાત સરકારના ગૃહ વિભાગના ઠરાવ મુજબ ખેડા જિલ્લા નશાબંધી અમલીકરણ સમિતિની બેઠક આજરોજ કપડવંજ અને કઠલાલ ખાતે યોજાઈ ગઈ. આ બેઠકમાં ખેડા જિલ્લા નશાબંધી અને આબકારી નિરીક્ષકની કચેરી ખાતેથી ઉપસ્થિત અધિકારી સાથેની આજરોજ કઠલાલ પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલ બેઠકમાં પોલીસ અધિકારી, ઓફિસર કમાન્ડીગ ગૃહ રક્ષક દળ, સંગીતાબેન યોગેશભાઈ પટેલ પીઠાઈ, દલપતસિંહ લાખાભાઈ ઝાલા છીપડી અને રાકેશસિંહ લક્ષ્મણસિંહ સોલંકી અપ્રુજી ઉપસ્થિત રહ્યા હતા. ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના નશાબંધી અમલીકરણ સમિતિના દલપતસિંહ ઝાલા તેમજ રાકેશસિંહ સોલંકીએ શૈક્ષણિક સંસ્થાઓમાં આબાબતે કાર્યક્રમ કરી જાગૃતિ લાવવા માટેની રજૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે આજરોજ કપડવંજ ખાતે પણ આ બેઠક યોજાઈ હતી


