તસવીર અહેવાલ – હરીશ જોશી , કપડવંજ
કપડવંજ તાલુકાના ગ્રાહક સુરક્ષા મંડળમાં ફિલ્ડ ઓફિસર અનંત પટેલે પોર્ટલ પર ફરીયાદ કરીને જણાવ્યું છે કે ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાની અનારા શાખાની બેંક ઓફ બરોડાના ગ્રાહકો પરેશાન થઈ રહ્યા છે.જેનું મુખ્ય કારણ બેંકના હિન્દી ભાષી સ્ટાફ છે.અનારા ગામની આસપાસ અસંખ્ય ગામો છે,તે ગામના ગ્રાહકો અભણ અને ઓછા ભણેલા છે,હાલમાં સરકાર મોટાભાગની યોજનાઓનો લાભ લોકોને બેંક ખાતા દ્વારા આપી રહી છે.
આથી અનારા ગામના ગ્રાહકો તથા આજુબાજુના લોકો દરરોજ બેંકમાં જાય છે. બેંક ઓફ બરોડામાં હિન્દી ભાષી સ્ટાફને કારણે ગ્રામજનો અભણ અને ઓછા ભણેલાને કારણે પરેશાન થઈ રહ્યા છે.ત્યારે બેંક ઓફ બરોડા અનારામાં ગુજરાતી ભાષા બોલતા અને સમજતા કર્મચારીની નિમણૂક કરવા અનુરોધ કર્યો છે. આ સમસ્યા અંગે ગામના ઓછા ભણેલા ગરીબ લોકો અને આ ગામની નજીક રહેતા જાગૃત સામાજિક કાર્યકરની લીડ મેનેજર,નડિયાદને આપેલી ફરિયાદ પણ કરવામાં આવી હતી. જેથી આ બાબતે ગ્રામજનોના હિતમાં સત્વરે કાર્યવાહી કરવા અનુરોધ કર્યો છે.
