
હરીશ જોશી – કપડવંજ
કપડવંજ તાલુકા પંચાયતમાં ભાજપ ઘણા સમય પછી પુનરાગમન કરવા તથા કોંગ્રેસ જાળવી રાખવા એડીચોટીનું જોર લગાવશે*
કોંગ્રેસના જિલ્લા યુથ કોંગ્રેસના મહામંત્રીએ બળવો કરી તોરણા બેઠક પર આમ આદમી પાર્ટીના મેન્ડેટ પર ઉમેદવારી નોંધાવી
કપડવંજ નગરપાલિકાના બે વોર્ડની બે બેઠકોની પેટા ચૂંટણીમાં વોર્ડ નં.૨માં બે અને વોર્ડ નં.૬માં ૪ ફોર્મ ભરાયા
કપડવંજ તાલુકા પંચાયતની ચૂંટણીનું રણશીંગુ ફુંકાઈ ગયું છે. ત્યારે બે મુખ્ય હરીફ પક્ષો ભાજપ અને કોંગ્રેસ કપડવંજ તાલુકા પંચાયત કબજે કરવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. બન્ને પક્ષોએ તાલુકા પંચાયત ૫૨ તેમનો જ દબદબો રહેશે તેવા દાવાઓ કર્યા છે.અલબત્ત કોંગ્રેસના જિલ્લા યુથ કોંગ્રેસના મહામંત્રીએ બળવો કરી તોરણા બેઠક પર આમ આદમી પાર્ટીના મેન્ડેટ પર ઉમેદવારી નોંધાવી છે. જયારે કપડવંજ નગરપાલિકાના બે વોર્ડની બે બેઠકોની પેટા ચૂંટણી પણ યોજાનાર છે.જો કે કપડવંજ નગરપાલિકામાં હાલ ભાજપ સત્તા સ્થાને છે.જેથી હાલના સમયે કોઈ પરિવર્તનની શક્યતાઓ નહીંવત જોવાઈ રહી છે.ભાજપને અપક્ષોનો સાથ મળતા એકતરફી ભાજપા સત્તા સ્થાને આવી હતી.
કપડવંજ તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી તથા કપડવંજ નગરપાલિકાના બે વોર્ડની બે બેઠકો માટેની પેટા ચૂંટણી આગામી ૧૬ ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે.કપડવંજ તાલુકા પંચાયતની ૨૬ બેઠકોમાં ૮૨ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે.જેમાં કુલ-૧,૮૫,૮૪૫ ઉમેદવારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.કપડવંજ તાલુકા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસે તમામે તમામ ૨૬ બેઠકો પર પોતાના ઉમેદવારોને ઉભા રાખી ઉમેદવારીપત્રો ભરાયા હતા. મતદાન ૧૬ ફેબ્રુઆરી અને મત ગણતરી ૧૮ ફેબ્રુઆરીના રોજ થશે.જરૂર પડે તો પુનઃ મતદાન ૧૭ ફેબ્રુઆરી થશે.જે પૈકી કપડવંજ તાલુકા પંચાયતની ૨૬ બેઠકો માટે આજે કુલ-૮૨ જેટલા ઉમેદવારોએ પોતાના ફોર્મ ભરી ઉમેદવારી માટે દાવેદારી નોંધાવી છે.જયારે કપડવંજ નગર પાલિકાના વોર્ડ નં-૨ની પછાત વર્ગ સ્ત્રીની એક બેઠક માટે શેખ સબાનાબેન જાવીદભાઈ-અપક્ષ
તથા વહોરા મુનીરાબેન અબ્દુલ લતીફ-અપક્ષ મળી કુલ-બે ઉમેદવારોએ તથા વોર્ડ નં.૬ની ૧ સામાન્ય બેઠક માટે ભાજપના સન્ની મનુભાઈ પટેલ,કોંગ્રેસના પ્રકાશકુમાર મહેન્દ્રભાઈ નાયક તથા ૨-અપક્ષ ઉમેદવારોમાં અનંતકુમાર દ્વારકાદાસ પટેલ અને ધીરેન્દ્રકુમાર કાળીદાસ ચારણ ગઢવીએ ઉમેદવારી નોંધાવી છે. કપડવંજ તાલુકા ભાજપ પ્રમુખ જીતુભાઈ પટેલ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આ વખતે તાલુકા પંચાયતની ૨૬ બેઠકોમાંથી ૨૦ બેઠકો ભાજપ કબજે કરી ભગવો લહેરાવશે અને કપડવંજ તાલુકા પંચાયતમાં ઘણા સમય પછી પુનરાગમન કરશે.જ્યારે કપડવંજ તાલુકા કોંગ્રેસ સમિતીના પ્રમુખ રંગીતસિંહ પરમારે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી તાલુકા પંચાયત પર કોંગ્રેસનું રાજ રહ્યું છે.એમાં બેએક વખત કોંગ્રેસ સત્તાથી દૂર રહી પરંતુ ફરીથી કોંગ્રેસ સત્તા સ્થાને રહી હતી.જયારે આ વખતે પણ કોંગ્રેસ જ સત્તા સ્થાને આવશે. જ્યારે આમ બન્ને મુખ્ય હરીફ પક્ષોએ પોતપોતાની સત્તાના દાવાઓ કર્યા છે. અલબત્ત કોંગ્રેસના કોંગ્રેસના જિલ્લા યુથ કોંગ્રેસના મહામંત્રીએ બળવો કરી તોરણા બેઠક પર આમ આદમી પાર્ટીના મેન્ડેટ પર બળવો કરી તોરણા બેઠક પર આમ આદમી પાર્ટીના મેન્ડેટ પર ઉમંગકુમાર મનુભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી છે તેમ ઉમંગ પટેલે જણાવ્યું હતું.
આમ છતાં એક દિન કા સુલતાન એવા શાણા મતદારો કોને જીતાડશે તે તો ચૂંટણી પરિણામના દિવસે જ ખબર પડશે કે કોણ સત્તા સ્થાને આવશે.