કિનારાના વિસ્તારના રહિશોને સાવચેત રહેવા અને સલામત સ્થળે ખસેડવા તલાટિ કમ મંત્રીઓને સૂચના અપાઈ
ગુજરાતમાં મોટાભાગના તાલુકાઓમાં વરસાદે મેઘતાંડવ કર્યો છે. જેને લઈને કપડવંજ તાલુકાનાં ભૂંગળિયા ખાતે આવેલ ડેમમાં પાણીની આવક વધતાં મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની કચેરી, તાલુકા સેવા સદન, તા.કપડવંજ દ્વારા 100 ક્યુસેક પાણી છોડવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે. જેથી ભૂંગળિયા, બેટાવાડા, સુલતાનપુર(તૈયબપુરા), ખાનપુર, બારૈયા ના મુવાડાના તલાટિ કમ મંત્રીઓને સૂચના આપી છે કે કિનારાના વિસ્તારના રહિશોને સલામત સ્થળે ખસી જવા માટે કામગીરી કરવામાં આવે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણીની આવક થતાં વરાંસી ભુંગળિયા ડેમમાંથી 100 ક્યુસેક પાણી છોડવામાં આવનાર છે. જેથી, કિનારાના વિસ્તારમાં વસવાટ કરતાં રહીશોને સલામતીના ભાગરૂપે તેઓના ઢોર-ઢાંખર સહિત સલામત સ્થળે ખસી જવા સૂચના અપાઈ જવા જણાવવામાં આવ્યું છે . વધુમાં આપત્તિના સમયે જરૂરી તકેદારી રાખવા તથા સંકલનમાં રહી કામગીરી બજાવવા પણ સૂચના આપી છે.

