સમગ્ર શિક્ષા અને ઉજ્જૈનની એલિમ્કો કંપનીના સહયોગ દ્વારાબી .આર સી ભવન મોડાસા ખાતે દિવ્યાંગ બાળકોનો મેગા એસેસમેન્ટ કેમ્પ આયોજન કરવામાં આવ્યું .મોડાસા અને માલપુર તાલુકાના 400 જેટલા દિવ્યાંગોનું એસેસમેન્ટ અને સાધન સાથે પરીક્ષણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નૈનેશ દવે, મોડાસા નગર પાલિકા પ્રમુખ નીરજ શેઠ, સામાજિક અગ્રણી નિલેશભાઈ જોશી, બી.આર.સી હાર્દિકભાઈ પટેલ અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરનાર અમિતભાઈ કવિ હાજર રહ્યા.આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સ્પેશિયલ એજ્યુકેટર મોડાસા અને સ્પેશિયલ એજ્યુકેટર માલપુરના દિવ્યાંગ બાળકો માટેના સ્પેશિયલ એજ્યુકેટરો દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રાથમિક શાળા ના શિક્ષક મિલન ભાઈ દ્વારા દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે અગિયાર હજાર રૂપિયાનું દાન આપવા માં આવ્યું.દિવ્યાંગ બાળક સક્ષમ બને સામાન્ય વિદ્યાર્થીઓની જેમ દિવ્યાંગ બાળક પણ જીવન જીવી શકે તે ઉદ્દેશ સાથે આયોજન થયું હતું.
