સત્ય વિચાર દૈનિક

નડિયાદ એલસીબી શાખાનો પોલીસ કોન્સ્ટેબલ 25000 રૂ.લાંચ સ્વીકારતા ACB ના હાથે ઝડપાયો

નડિયાદ એલસીબી શાખાનો પોલીસ કોન્સ્ટેબલ 25000 રૂ.લાંચ સ્વીકારતા ACB ના હાથે ઝડપાયો


**ફરીયાદી*: એક જાગૃત નાગરીક

*આરોપી

:  હિરેનકુમાર જયંતીભાઇ પટેલ, ઉ.વ.૩૩ હોદ્દો-પોલીસ કોન્સ્ટેબલ, નોકરી-ખેડા-નડીયાદ એલ.સી.બી. શાખા રહેવાસી- બ્લોક નં-બી/૨ મકાન ન- ૧૭, નડીયાદ રૂરલ પોલીસ લાઇન, નડીયાદ, ખેડા 

ટ્રેપની તારીખ: ૩૧/૦૭/૨૦૨૫

*લાંચની માંગણીની રકમ*: રૂ. ૨૫,૦૦૦/-
*લાંચની સ્વીકારેલ રકમ* : રૂ. ૨૫,૦૦૦/-
*લાંચની રીકવર કરેલ રકમ* : રૂ. ૨૫,૦૦૦/-

*ટ્રેપનુ સ્થળ
ફરીયાદીનાં ઘરે ઇન્દીરાનગર, ગામ-ગુતાલ, તાલુકો-નડીયાદ જીલ્લો-ખેડા

*ટુંક વિગત*:
        આ કામે હકીકત એવી છે કે, આ કામનાં ફરીયાદી તથા તેમનાં પરીવારનાં સભ્યો  વિરુધ્ધ દેશીદારુનો  ખોટો કેસ કરવાની આ કામના આરોપી હિરેનભાઈ નાઓએ ઘમકી આપી  આ કામનાં ફરીયાદી પાસે રૂ.૨૫,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ હોય જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય જેથી ફરીયાદીએ એ.સી.બીનો સંપર્ક કરી ફરીયાદ આપતા આજરોજ લાંચનુ છટકુ ગોઠવતા આરોપીએ ફરીયાદી સાથે રૂબરૂમાં હેતુલક્ષી વાતચીત કરી લાંચ પેટે રૂ.૨૫,૦૦૦/- સ્વીકારી પકડાઇ ગયેલ છે.

ટ્રેપીગ અધિકારી
ડી.બી.ગોસ્વામી, પો.ઇન્સ.
અમદાવાદ શહેર એ.સી.બી. પો.સ્ટે.
તથા એ.સી.બી. ટીમ 

સુપર વિઝન અધિકારી
કે.બી. ચુડાસમા,
મદદનિશ નિયામક,
એ.સી.બી. અમદાવાદ એકમ,
અમદાવાદ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!