
સન-૨૦૧૪-૧૫માં સરકારે યાત્રાધામના વિકાસ માટે ૪ કરોડ આપ્યા હતા તે પાણીમાં જશે*
*અહેવાલ તસવીર*
*હરીશ જોષી , કપડવંજ*
કપડવંજથી પાટનગર ગાંધીનગરને જોડતા રસ્તા ઉપર આવેલ સુપ્રસિધ્ધ અને ઐતિહાસિક ઉત્કંઠેશ્વર મહાદેવનો વિકાસ રૂંધાઈ રહ્યો હોય તેવા આક્ષેપો થયા છે. ઉત્કંઠેશ્વર મહાદેવનું યાત્રાધામ તરીકે સ્થાન આપી તેના વિકાસ માટે સરકારે કરોડો રૂપિયા ખર્ચ્યા છે.પાયાની સુવિધાઓ ઉભી કરવા માટે તથા દર્શનાર્થીઓ માટે અનેકવિધ સુવિધાઓ ઉભી કરી હતી.પરંતુ સુચારૂ વ્યવસ્થાનો અભાવ હોય તેવો આક્ષેપ કપડવંજ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખે કર્યો છે. અને આ બાબતે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ જ પરિણામ આવ્યું નથી.
કપડવંજ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ નીતીન પટેલે જણાવ્યું છે કે ખેડા જિલ્લાના કપડવંજના યાત્રાધામ ઉત્કંઠેશ્વ મહાદેવમાં સરકારના ખર્ચ કરેલા ચાર કરોડ જાણે પડી ગયા હોય તેમ લાગે છે. મહાદેવના વિકાસ માટે સન ૨૦૧૪-૧૫થી ગ્રાંટ ફાળવી હતી. જેમાં કેન્ટીન, વેપાર- ધંધાની દુકાનો,પાર્કિંગની સુવિધા,શૌચાલય તથા મંદિરના રિનોવેશન માટે કરોડો રૂપિયાની ફાળવણી કરી હતી. અને તેની કમિટી કલેક્ટર,પ્રાંત અધિકારી અને તાલુકાના પ્રતિનિધિઓથી બનાવી તેનું સંચાલન કરવું.તથા જેની જાળવણી અને નિભાવણી કરવા માટે ગ્રામ પંચાયતને સાથે રાખી કરવાની હોય તેવું માનવામાં આવે છે.આ અંગે તેઓએ વારંવાર રજૂઆતો કરી કરવા છતાં સરકારી તંત્ર જાણે ઘોર નિંદ્રામાં કપડવંજ વિસ્તારના વર્ષો જુના પૌરાણિક યાત્રાધામ ઉત્કંઠેશ્વર મહાદેવમાં સુચારૂ વ્યવસ્થા કરવાની તંત્રને જાણે પડી જ નથી.આ બાબતે હવે તાલુકાના વિકાસ માટે અધિકારીઓ પણ ઠાગા હૈયા કરતા હોય તો પ્રજાજનો,યાત્રાળુઓ માટે જે સુવિધાઓ બનાવી છે તે વપરાશ પહેલા ખંડેર થવાની આરે ઉભી છે.તંત્ર દ્વારા સત્વરે કાર્યવાહી થાય તેવી તેમની માંગણી છે.