સત્ય વિચાર દૈનિક

કપડવંજ નગરમાં શંકાસ્પદ કમળાના રોગે માથુ ઉંચક્તા તંત્ર હરકતમાં

કપડવંજ નગરમાં શંકાસ્પદ કમળાના રોગે માથુ ઉંચક્તા તંત્ર હરકતમાં

અહેવાલ તસવીર
હરીશ જોશી , કપડવંજ

અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેલન્સની કામગીરી હાથ ધરી

પાલિકા દ્વારા દવાનો છંટકાવ શરૂ કર્યો

કપડવંજ નગરમાં વરસાદના વિરામ બાદ રોગચાળો વકર્યો હતો.નગરમાં શંકાસ્પદ કમળાના રોગ સહિત શરદી- ખાંસીના દર્દીઓની સંખ્યામાં વધારો દિન પ્રતિદિન વધારો જોવા મળ્યો હતો.તથા નગરના કેટલાક વિસ્તારમાં ગંદકીના સામ્રાજ્યને કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધી ગયો છે છતાં તંત્ર દ્વારા કોઈ જ પગલા ભરવામાં આવ્યા નથી.સાથે સાથે પાણી જન્ય રોગ વધી રહ્યો હોવાના અહેવાલ પ્રસિદ્ધ થતા યુદ્ધના ધોરણે પાલિકા તંત્રના સેનેટરી વિભાગ,પાણી વિભાગ તથા આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું હતું.

વરસાદી વિરામ બાદ કપડવંજ નગરમાં માંદગીનું પ્રમાણ વધી ગયું છે.જેને લઈને નગરની ખાનગી તથા સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે.ખાસ કરીને શંકાસ્પદ કમળાના રોગનો પગ પેસારો તથા ડેન્ગ્યુ,ટાઈફોઈડ,શરદી- ખાંસી તથા વાયરલ ફીવરના કેસોમાં પણ વધારો થઈ રહ્યો હોવાના અહેવાલને પગલે તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેની કામગીરી હાથ ધરી હતી.તથા શંકાસ્પદ જણાતા દર્દીઓને સારવાર કરવામાં આવી રહી છે.નગરના કુરેશી મહોલ્લા, મદની મહોલ્લા,કટારિયા આરા,મોતીપુરા,મહંમદઅલી ચોક વિસ્તારમાં રોગચાળાએ ભરડો લીધો હતો.તથા આ વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય હોવાને કારણે તથા મચ્છરોનો વ્યાપક પ્રમાણમાં ઉપદ્રવને કારણે રોગચાળો વધુ વકરતા પાલિકા તંત્રના સેનેટરી વિભાગ દ્વારા જંતુનાશક દવાઓનો છંટકાવ તથા ફોગીંગ મશીનથી દવાનો છંટકાવ શરૂ કરવામાં આવ્યો છે.સંબંધિત તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવતા હાલ લોકોએ હાંશકારો લીધો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!