સહાય કેમ્પમાં મહેમદાવાદ, ખેડા અને મહુધા તાલુકા ના 140 બાળકો માટે અંદાજિત રૂપિયા 16 લાખ ના સાધનો મંજુર કરવામાં આવ્યા
દિવ્યાંગ બાળકો માટે સરકાર દ્વારા જુદી જુદી યોજનાઓ નો લાભ આપવમાં આવે છે જે અંતર્ગત સમગ્ર શિક્ષા ખેડા દ્વારા આયોજિત એસેસમેન્ટ કેમ્પ બી આર સી ભવન વાઠવાળી મુકામે યોજવામાં આવ્યો જેમાં ખેડા, મહુધા અને મહેમદાવાદ તાલુકા ના જુદી જુદી કેટેગરી ના 144 દિવ્યાંગ બાળકો ઉપસ્થિત રહ્યા હતા જેમને એલીમ્કો કંપની ના નિષ્ણાંતો દ્વારા બાળકો ની તપાસ કરવામાં આવી હતી અને જરૂરિયાત મુજબ ના સાધનો મંજુર કરવામાં આવ્યા હતા. જેમાં ટ્રાયસિકલ વીલ ચેર, કેલીપર, ક્રચીશ,હિયરીગ એઇડ, T L M કીટ, સી. પી. ચેર જેવા સાધનો મંજુર કરવામાં આવેલ છે.
જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ના માર્ગદર્શન હેઠળ જિલ્લા આઈ ઈ ડી કો. ઓ કનૈયાલાલ જોશી, મનીષભાઈ જાની, દીપકભાઈ સુથાર, સ્પેશિયલ એજ્યુકેટર તમામ, બ્લોક સ્ટાફ, બાળકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
