સત્ય વિચાર દૈનિક

કપડવંજ થવાદ નાઇટ બસને ચપટીયા પાસે અકસ્માત થતા ડ્રાઇવરનું કરુણ મોત

કપડવંજ થવાદ નાઇટ બસને ચપટીયા પાસે અકસ્માત થતા ડ્રાઇવરનું કરુણ મોત

અહેવાલ તસવીર  હરીશ જોશી કપડવંજ

આજરોજ તારીખ 23/8/ 2025 ના રોજ કપડવંજ એસટી ડેપોની બસ નંબર GJ18Z7352 થવાદ નાઈટ થી કપડવંજ લોકલ રૂટપર જઈ રહેલ હતી તે સમય દરમિયાન ચપટીયા પાટીયા સ્ટેન્ડ ઊપર પેસેન્જર લેવા માટે બસ સાઈડમાં ઉભી રાખેલ અને ડ્રાઇવર ડ્રાઇવર સીટમાંથી   ઉતરી બસ ની પાછળની બાજુએ કઈક અવાજ આવતો હોવાથી તે ચેક  કરવા ગયેલ તે સમય દરમિયાન પાછળથી આવી રહેલ ટ્રક દ્વારા બસના પાછળના ભાગે ટક્કર મારેલ તે દરમિયાન બસના ડ્રાઇવર પાછળના ભાગે ઉભેલા હોય તેઓને પણ ટક્કર વાગેલ અને નીચે પડી ગયેલ એસટી બસ ડ્રાઇવર જે ડી પટેલનું સ્થળ પર અવસાન થયેલ છે ટ્રકચાલક ટ્રક લઈ ફરાર થઈ ગયેલ છે અને બસ સાઈડમાં ગટરમાં ઉતરી ગયેલ અકસ્માત સમયે બસમાં 2 મુસાફર હતા મુસાફર કે કંડકટર ને કોઈ ઇજા થયેલ નથી  ડેપો મેનેજર એન એમ કલ્યાણી અને ટી આઇ એસઆર દેસાઇના જણાવ્યા અનુસાર પોલીસ સત્તાવાળાઓ દ્વારા અકસ્માત અંગે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!