અહેવાલ તસવીર
હરીશ જોશી , કપડવંજ
કપડવંજ શહેરમાં વિવિધ પંડાલોમાં હવે ગણતરીના દિવસોમાં શ્રીજી નું સ્થાપન થનાર છે ત્યારે કાછીયાવાડ ગણેશ યુવક મંડળ આયોજિત બાપા ઓફ કાછીયાવાડ ના શ્રીજી નું કાલે ભવ્ય આગમન થયું સોમનાથ સોસાયટી થી શોભાયાત્રા નીકળી આઝાદ ચોક ખાતે આવી આ સમયે શ્રીજી ના આગમન માટે વિશાળ સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા શ્રીજી ને વધાવવા આતશબાજી અને લાઈટ ઈફેક્ટ થી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું અને આ આતશબાજી જોવા સમગ્ર શહેરના ગણેશ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શ્રીજીના આગમનનો ભવ્ય નજારો નિહાળ્યો હતો અને સમગ્ર શહેરમાં બાપા ઓફ કાછીયાવાડ ટોક ઓફ ટાઉન બન્યું હતું કાછીયાવાડ ગણેશ યુવક મંડળ દ્વારા ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે


